PM Modiના પ્રવાસી ભારતીય દિવસના સંબોધનની મુખ્ય 10 વાતો, પ્રવાસી ભારતીયોનો માન્યો આભાર

|

Jan 09, 2021 | 2:03 PM

PM Modi એ  આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 16 માં પ્રવાસી  ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન તેમણે સંબોધનમાં પ્રવાસી ભારતીયોના વખાણ કર્યા અને તેમનો આભાર માન્યો 

PM Modiના પ્રવાસી ભારતીય દિવસના સંબોધનની મુખ્ય 10 વાતો, પ્રવાસી ભારતીયોનો માન્યો આભાર

Follow us on

PM Modi એ  આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 16 માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમ્યાન તેમણે સંબોધનમાં પ્રવાસી ભારતીયોના વખાણ કર્યા અને તેમનો આભાર માન્યો. PM Modi એ સંબોધન કરતાં જણાવ્યું કે ભારત એક નહી પરંતુ બે  મેડ ઇન ઈન્ડિયા  કોરોના વાયરસની  રસી માનવતાની સુરક્ષા માટે તૈયાર છે.  તેમણે કહ્યું કે લોકો  દુનિયામાં માત્ર કોવિડ-19 ની રસી માટે માત્ર ભારતની રસી પર નજર રાખી રહી છે પરંતુ ભારત આટલું મોટું અભિયાન કેવી રીતે ચલાવશે તેની પર પણ નજર રાખી રહ્યું છે.

પીએમ મોદીએ પ્રવાસી ભારતીય દિવસના સંબોધનમાં  10 મુખ્ય વાતો  કરી

પીએમ મોદીએ  કહ્યું કે જ્યારે ભારત આઝાદ થયો ત્યારે કહેવામા આવતું હતું કે  ભારત ગરીબ દેશ છે અને ઓછો ભણેલો છે અને તૂટી જશે. તેમજ અહિયાં લોકતંત્ર શક્ય  નથી

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકતંત્ર પર એક સમયે આશંકા વ્યક્ત કરવામા આવી હતી. પરંતુ ભારત આજે એવા સ્થાને છે જ્યાં લોકતંત્ર સૌથી મજબૂત સ્થિતિમા અને જીવંત છે.

પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમા આજે ભારત દુનિયાના સૌથી ઓછા મૃત્યુદર અને વધારે સમય સુધી સુધારો નોંધવનારા દેશમાં સામેલ છે.

પીએમ મોદીએ કહ્યું કે અમે દુનિયા પર કોઇ વસ્તુ થોપી નથી અને ના અમે કશું  થોપવા વિષે વિચાર્યું છે. પરતું  લોકોની  ભારત વિશે આતુરતા વધી છે.

કોવિડ -19 વિરુદ્ધ ભારતની જંગ અંગે માહિતી આપતા પીએમ મોદી એ કહ્યું કે સમર્થન શું છે અને ક્ષમતા શું  હોય છે.

કોરોના કાળમાં દુનિયામા ભારતમા સૌથી ઓછો મૃત્યુદર અને સૌથી  વધુ સુધારો નોંધાયેલા દેશોમાં સામેલ છે

મોદીએ કહ્યું કે આધુનિક ટેકનોલોજીના  માધ્યમથી ગરીબ થી ગરીબ મજબૂત કરવા માટે અભિયાન આજે ભારત ચલાવી રહ્યું છે.  તેની વિશ્વના દરેક ખૂણામાં અનેક સ્તર પર તેની ચર્ચા કરવામા આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે  ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા માટે વધુમાં વધુ ટેકનિકનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે  પીએમ કેયર્સ ફંડમા આપવામાં આવેલું તમારું યોગદાન આરોગ્ય સેવાને મજબૂત બનાવવામા કામ લાગી રહ્યું છે.

પીએમ મોદીએ પ્રવાસી  ભારતીય સમુદાયના વખાણ કરતાં કહ્યું કે તમે તમામ  જ્યા છો ત્યારે ભારતના કોવિડ-19 વિરુદ્ધ મોટું યોગદાન આપ્યું છે.

Next Article