મોસ્કોમાં અજીબ ઘટના ! ડિલિવરી બેગમાં બાળકો લઈ જતા કુરિયર્સનો વીડિયો વાયરલ, પોલીસ એક્શન મોડમાં
મોસ્કો વિસ્તારમાંથી આવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને લોકો હક્કા-બક્કા થઈ ગયા છે. વીડિયોમાં જોવા મળે છે કે, કેટલાક ડિલિવરી બોય્સ તેમની મોટી ડિલિવરી બેગમાં નાના ફૂલ જેવા માસૂમ બાળકોને બેસાડી લઈને જઈ રહ્યા છે.
મોસ્કો વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, કેટલાક ડિલિવરી કાર્યકરો પોતાની મોટી ડિલિવરી બેગ ખોલીને તેમાં બાળકોને બેસાડી રહ્યા છે. આ દ્રશ્ય લોકો માટે ચોંકાવનારા છે અને લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. લોકો બાળકોની સુરક્ષા વિશે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું છે કે, હજી સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી પરંતુ આ મુદ્દો ખૂબ ગંભીર છે એટલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સંડોવાયેલા લોકો કોણ છે, તેઓ ક્યાં કામ કરે છે અને બાળકોને આ રીતે કેમ લઈ જવામાં આવ્યા તેની માહિતી એકત્રિત કરી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે, બાળકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનો બેદરકાર વ્યવહાર નહીં ચાલે. જો તપાસ દરમિયાન તેમના વિરુદ્ધ પુરાવા મળે તો કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે, જ્યારે બાળ સુરક્ષા સંસ્થાઓએ પણ કડક પગલાં લેવાની માંગ કરી છે.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

