કાનુની સવાલ : જો પત્નીની રજા વગર દારુ પીધો તો, જેલની હવા ખાવાનો વારો આવશે
બે પેગ તમને 3 વર્ષ સુધી જેલની હવા ખાવા મજબુર કરશે. જો તમારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે દારુ પીને ઘરે જઈ ધમાલ મચાવો છો.કે પછી તમારી પત્નીની મનાઈ હોવા છતાં તમે દારુનું સેવન કરી રહ્યા છો. તો તમને મોટી સજા થઈ શકે છે.

નવા BNS કાયદા (85/85B) મુજબ તમારી પત્નીને શારીરિક કે માનસિક રીતે દુખ આપવું એ હવે ગંભીર ગુનો છે. પછી ભલે તમે દારુ પીને ગુસ્સામાં આવું કામ કર્યું હોય.

જો તમારી પત્ની ના પાડે અને તેમ છતાં તમે દારુ પીને ઘરે આવી અને ધમાલ મચાવો છો અથવા તમારી પત્નીને ધમકી આપો છો. તો તે ગુનો ગણાશે અને તેના કારણે તમારી સામે ફરિયાદ પણ થઈ શકે છે અને જેલની હવા ખાવાનો પણ વારો આવી શકે છે.

જો પતિ દારુ પીને પત્નીને ગાળો આપે છે અને ધમકી આપે કે પછી દહેજની માંગણી કરે તો પત્ની પાસે પોલીસમાં જઈ ફરિયાદ કરવાનો અધિકાર છે.

નવા BNS ની કલમ 85B પરિણીત મહિલાઓને દારૂડિયા પતિઓ સામે મજબૂત કાનૂની રક્ષણ પૂરું પાડે છે. જો કોઈ પતિ દારૂ પીને ઘરે આવે છે અને હોબાળો મચાવે છે અથવા પત્નીના વાંધો હોવા છતાં તેની આદત ચાલુ રાખે છે, તો તેના પર FIR દાખલ થઈ શકે છે અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

પત્ની ફરિયાદ નોંધાવી શકે છે, રક્ષણ, અલગ રહેવું અને ભરણપોષણની માંગ કરી શકે છે. આ કાયદાનો હેતુ ઘરેલુ હિંસા અને ઉત્પીડન પર કડક કાર્યવાહી કરવાનો છે.

જો દારૂ પીવાને કારણે પતિ પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં બેદરકારી દાખવે છે, તો તે તેની પત્નીના ભરણપોષણની કાનૂની જવાબદારીમાંથી છટકી શકે નહીં.

સરકારનો દાવો છે કે, ઘરેલુ હિંસાના 40% થી વધુ કેસોમાં દારૂ એક મુખ્ય કારણ છે. નવી BNS મહિલાઓની સલામતી અને કૌટુંબિક શાંતિને પ્રાથમિકતા આપે છે. આ જ કારણ છે કે, પતિઓને દારૂ પીને ઘરેલુ અશાંતિ પેદા કરતા અટકાવવા માટે કલમ 85B જેવી જોગવાઈઓ રજૂ કરવામાં આવી હતી. દારૂ પીવો એ એક આદત હોઈ શકે છે, પરંતુ કોઈની શાંતિ, ગૌરવ અને સલામતીને જોખમમાં મૂકવાનો અધિકાર નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
