Stock Market : નવા વર્ષે નવો દાવ ! આ 9 શેરમાં આંખ બંધ કરીને રોકાણ કરી દો, છપ્પરફાડ રિટર્ન મળશે
વર્ષ 2025 ને પૂરું થવાને હવે ફક્ત એક અઠવાડિયું બાકી છે. આ વર્ષ રોકાણકારો માટે ખાસ રહ્યું નથી. બેન્ચમાર્ક ઇંડેક્સો વર્ષના મોટાભાગના સમય માટે સ્થિર રહ્યા છે. બીજીબાજુ મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇંડેક્સ છેલ્લા બે વર્ષમાં શાનદાર તેજી પછી સતત દબાણ હેઠળ રહ્યા છે.

આ વર્ષે એટલે કે વર્ષ 2025 માં બેન્ચમાર્ક નિફ્ટી અત્યાર સુધીમાં લગભગ 10% વધ્યો છે, જ્યારે મિડ-કેપ ઇંડેક્સ સ્થિર રહ્યો છે અને સ્મોલ-કેપ ઇંડેક્સ લગભગ 8% નીચે રહ્યો છે. એક્સિસ સિક્યોરિટીઝના એમડી અને સીઈઓ પ્રણવ હરિદાસને જણાવ્યું હતું કે, "ભારતીય શેરબજાર માટે 2025 સરળ વર્ષ નહોતું. પ્રાઇમરી માર્કેટ સક્રિય રહ્યું, લિસ્ટેડ કંપનીઓની સંખ્યામાં વધારો થયો, સ્થાનિક સંસ્થાઓએ રોકાણ કર્યું અને છૂટક રોકાણકારોએ પણ ઉત્સાહ દર્શાવ્યો."

જો કે, આવા કોન્સોલિડેશન ઘણીવાર આગામી મોટા ટ્રેન્ડનો પાયો નાખે છે. નવું વર્ષ નજીક આવતાની સાથે રોકાણકારો સ્થિરતા અને સારું રિટર્ન મળે તેવા સ્ટોક્સની શોધમાં હશે. એક્સિસ સિક્યોરિટીઝે આગામી સમયગાળામાં જબરદસ્ત દેખાવ કરી શકે, તેવા પસંદગીના શેરો પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

બ્રોકરેજ હાલમાં શેરબજારમાં ઘણી મજબૂત કંપનીઓ પર વિશ્વાસ ધરાવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની CMP ₹980 અને ટાર્ગેટ ₹1,135 છે, જે આશરે 16% જેટલો વધારો દર્શાવે છે. વરુણ બેવરેજિસ ₹469 પર ટ્રેડ થઈ રહ્યો છે અને ટાર્ગેટ ₹550 છે, જે આશરે 17% નો વધારો દર્શાવે છે.

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝની CMP ₹852 અને ટાર્ગેટ ₹950 છે, જે 12% નો જંગી વધારો દર્શાવે છે. નિપ્પોન લાઇફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ ₹888 પર છે અને ટાર્ગેટ ₹1,000 ની આસપાસ છે, જે 13% નો ગ્રોથ નોંધાવે છે. દાલમિયા ભારત ₹2,015 પર છે અને ટાર્ગેટ ₹2,320 છે, જે 15% નો વધારો દર્શાવે છે.

એસ્ટ્રલ લિમિટેડ ₹1,424 પર ટ્રેડ થઈ રહ્યો છે અને ટાર્ગેટ ₹1,625 છે, જે આશરે 14% જેટલો ઉછાળો દર્શાવે છે. એફલ ઇન્ડિયા ₹1,719 પર ટ્રેડ થઈ રહ્યો છે, જેની ટાર્ગેટ પ્રાઇઝ ₹2,000 છે, જે આશરે 16% ના ઉછાળાની સંભાવના દર્શાવે છે.

હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝિસ ₹707 પર ટ્રેડ થઈ રહ્યો છે, જેનો ટાર્ગેટ ₹850 છે, જેમાં 20% સુધીની તેજી જોવા મળી શકે છે. મોલ્ડ-ટેક પેકેજિંગ ₹578 પર ટ્રેડ થઈ રહ્યો છે, જેનો ટાર્ગેટ ₹670 છે, જે અંદાજે 16% જેટલો ઊછળી શકે છે.
નોંધ: ઉપર દર્શાવેલ ડેટા 19 ડિસેમ્બરના ભાવ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
