AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: ₹93,000 કરોડના પ્રોજેક્ટ પર ‘રોક’! ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝટકો, આ સેક્ટરના શેર ધડામ કરતાં નીચે પટકાયા

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી 93,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર તાત્કાલિક ‘રોક’ મૂકવામાં આવી છે. આ નિર્ણયથી કેટલાંક શેરો નીચે પટકાયા છે અને રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. ટૂંકમાં આ એક જાહેરાતથી શેરબજારમાં ભારે હલચલ જોવા મળી છે.

| Updated on: Dec 23, 2025 | 4:45 PM
Share
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે, જેની અસર હવે શેરબજારમાં દેખાઈ રહી છે. એક રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ઈસ્ટ કોસ્ટ પર બનતા સૌથી મોટા ઑફશોર વિન્ડ પ્રોજેક્ટ Coastal Virginia Offshore Wind સહિત કુલ પાંચ પ્રોજેક્ટ્સ રોકી દીધા છે. આ નિર્ણયથી માત્ર રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં જ હલચલ મચી નથી પરંતુ તે સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.

1 / 6
આ સમાચારની સૌથી વધુ અસર Dominion Energy શેર પર પડી છે, જેમાં લગભગ 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. પ્રશાસનનું કહેવું છે કે, આ પગલું રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલી ચિંતાઓને કારણે લેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પર 93,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આમાં મેસેચ્યુસેટ્સ નજીક વાઇનયાર્ડ વિન્ડ 1, રોડ આઇલેન્ડ નજીક રિવોલ્યુશન વિન્ડ, લોંગ આઇલેન્ડ અને ન્યુ ઇંગ્લેન્ડ ક્ષેત્રમાં સનરાઇઝ વિન્ડ અને લોંગ આઇલેન્ડની દક્ષિણમાં એમ્પાયર વિન્ડ 1 નો સમાવેશ થાય છે.

2 / 6
ટ્રમ્પ પ્રશાસને સોમવારે જાહેરાત કરી કે, Coastal Virginia Offshore Wind ઉપરાંત વધુ ચાર ઑફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ પર પણ તાત્કાલિક રોક લગાવવામાં આવી રહી છે. આમાં મેસાચ્યુસેટ્સ પાસેનું Vineyard Wind 1, રોડ આઈલેન્ડ પાસેનું Revolution Wind, લોન્ગ આઈલેન્ડ અને ન્યુ ઇંગ્લેન્ડ વિસ્તારમાંનું Sunrise Wind અને લોન્ગ આઈલેન્ડના દક્ષિણમાં આવેલ Empire Wind 1  નો પણ સમાવેશ થાય છે. આ બધા પ્રોજેક્ટ્સને સાથે ગણીએ તો તેમની પાસે 20 લાખથી વધુ ઘરોને વીજ પુરવઠો (Power Supply) આપવાની ક્ષમતા છે. સરળ રીતે કહીએ તો, આ નિર્ણય માત્ર કંપનીઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ આની સીધી અસર અમેરિકાની ઊર્જા સપ્લાય (Energy Supply) અને કિંમતો પર પણ પડી શકે છે.

3 / 6
આ નિર્ણયની અસર શેર બજારમાં તરત જ જોવા મળી હતી. Dominion Energy ના શેર લગભગ 4 ટકા ઘટાડા સાથે બંધ થયા. ડેનમાર્કની કંપની Orsted, જે Revolution અને Sunrise પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, તેના શેરોમાં પણ લગભગ 11 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ નોર્વેની Equinor, જે Empire Wind 1ની ડેવલપર છે, તેના શેરમાં અંદાજિત 1 ટકા જેટલો ઘટાડો થયો.

4 / 6
અમેરિકન હોમલૅન્ડ સેક્રેટરી Doug Burgum એ જણાવ્યું કે, પેન્ટાગન દ્વારા કેટલાક રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જોખમો ઓળખવામાં આવ્યા છે. સરકારના અનુસાર, ઑફશોર વિન્ડ ટર્બાઇનની બ્લેડ વધારે 'રિફ્લેક્ટિવ ટાવર રડાર' સિસ્ટમમાં વિક્ષેપ નાખી શકે છે. સરકારનું કહેવું છે કે, આ ટર્બાઇનોના કારણે રડાર પર ખોટા ટાર્ગેટ જોવા મળી શકે છે અને મૂવિંગ ઑબ્જેક્ટ્સને ઓળખવામાં મુશ્કેલી થઈ શકે છે. આ કારણે તમામ લીઝને તાત્કાલિક રોકી દેવામાં આવ્યા છે, જેથી આ જોખમોને ઘટાડવાના વિકલ્પો પર વિચાર કરવામાં આવી શકે છે.

5 / 6
નોંધનીય છે કે, ટ્રમ્પ પોતાના પહેલા કાર્યકાળથી જ વિન્ડ ઇંડસ્ટ્રીના વિરોધી રહ્યા છે. 20 જાન્યુઆરીના રોજ તેમણે નવા ઑનશોર અને ઑફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ માટે તમામ નવી લીઝ અને પરમિટ પર રોક લગાવવા આદેશ આપ્યો હતો. જો કે, આ નિર્ણયને કોર્ટમાં પણ પડકાર મળ્યો છે. હવે સૌની નજર એ પર છે કે, આ રોક કેટલા સમય સુધી ચાલુ રહેશે. જો આ રોક લાંબો સમય ચાલશે, તો આની અસર માત્ર કંપનીઓ પર નહીં પરંતુ અમેરિકાની ઊર્જા કિંમત, રોજગાર અને ક્લીન એનર્જી ટ્રાંઝિશન પર પણ પડી શકે છે.

6 / 6

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">