AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસ દળની ભરતીમાં ઉત્તીર્ણ થયેલા 11607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા, પસંદગીના જિલ્લામાં નિમણૂક કરાશે

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, આજે ગાંધીનગરમાં, ગુજરાત પોલીસમાં નવનિયુક્ત 11607 લોકરક્ષકોને પસંદગીપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, નિમણૂંક પામેલા લોકરક્ષકોને જણાવ્યું કે, પસંદગીપત્ર માત્ર સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર નથી, જવાબદારી, શિસ્ત પાલન અને રાષ્ટ્ર સેવાનો સંકલ્પ લેવાનો અવસર છે. નાગરિક દેવો ભવ:ના સૂત્રને સાર્થક કરવાનો અવસર હવે તમારી પાસે હોવાનુ જણાવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2025 | 8:33 PM
Share
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્માર્ટ પોલિસીંગના વડાપ્રધાને આપેલા વિચારને પાર પાડવા રાજ્ય સરકાર પોલીસ મોર્ડનાઈઝેશન તરફ ઝડપભેર આગળ વધી રહી છે તેની વિગતો આપી હતી.

1 / 6
જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલા પોલીસ યાદ આવે છે તેમ જણાવતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્તનમાં સ્વયં વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠાને જ પોલીસ સેવામાં પ્રાથમિકતા રાખવા અનુરોધ કર્યો હતો

2 / 6
તેમણે ઉમેર્યું કે, રાજ્ય વ્યાપી સી.સી.ટી.વી. નેટવર્ક, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બોડી વોર્ન કેમેરા, સાયબર આશ્વસ્થ - સાયબર સેફ પ્રોજેક્ટ જેવા આયામોથી રાજ્યનું પોલીસ દળ ટેકનોલોજી સભર થયું છે.

3 / 6
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં પ્રથમવાર ઉમેદવારો પાસેથી નિમણૂક માટે જિલ્લાની પસંદગી માંગવામાં આવશે. પારદર્શક નિયમો હેઠળ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે ઉમેદવારને પોતાના વતન જિલ્લામાં અથવા નજીકના જિલ્લામાં નિમણૂક મળી શકે.

4 / 6
હર્ષ સંઘવીએ નવી નિમણૂક પામેલાઓને સંબોધતા કહ્યું કે, આ વર્દી આપણને દિવસ-રાત, ઠંડી-ગરમી, તહેવાર કે કુદરતી આફત જેવી કોઈપણ વિષમ પરિસ્થિતિમાં જનતાની સેવા અને સુરક્ષા માટે ખડેપગે રહેવાની તાકાત આપે છે.

5 / 6
 આ ભરતી પ્રક્રિયામાં રાજ્યમાંથી 10 લાખ કરતા વધુ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો. શારીરિક કસોટી પૂર્ણ કર્યા પછી 2.45 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી 32 હજારથી વધુ ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્રોવિઝનલ લિસ્ટ તૈયાર કરીને લોકરક્ષક કેડરમાં કૂલ 11,899 ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 8782 પુરૂષ અને 3117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે

6 / 6

આ પણ વાંચોઃ મોજ નહીં મોત આપતી ચાઈનીઝ દોરીની ગુજરાતમાં આવેલી ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

g clip-path="url(#clip0_868_265)">