148 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર ! મિશેલ સ્ટાર્કે 30 વર્ષ જૂનો વકાર યુનુસનો રેકોર્ડ તોડ્યો, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે એવી સિદ્ધિ મેળવી છે, જે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં કોઈ મેળવી શક્યું નથી. તેણે વકાર યુનુસનો 30 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

મિશેલ સ્ટાર્કે એશિઝ શ્રેણીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં 22 વિકેટ લીધી છે. સ્ટાર્કના પ્રભાવશાળી પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને શ્રેણીમાં 3-0 થી અજેય લીડ મેળવવામાં મદદ મળી છે.
મિશેલ સ્ટાર્કે ‘Ashes’ માં તરખાટ મચાવી
સ્ટાર્કે 2 વાર પાંચથી વધુ વિકેટ લીધી છે. તેણે પર્થમાં પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સાત વિકેટ લીધી હતી. સ્ટાર્કે બ્રિસ્બેનમાં બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. આ પ્રદર્શનથી સ્ટાર્કે ભૂતપૂર્વ પાકિસ્તાની બોલર વકાર યુનુસનો 30 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મિશેલ સ્ટાર્કે કયો રેકોર્ડ તોડ્યો?
મિશેલ સ્ટાર્કે એડિલેડમાં રમાયેલી ત્રીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે, તેણે વર્ષ 2025 માં 51 ટેસ્ટ વિકેટ મેળવી લીધી છે, જેનાથી તે આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર બોલર બની ગયો છે. ઓસ્ટ્રેલિયા આ વર્ષે હજુ એક ટેસ્ટ (બોક્સિંગ ડે ટેસ્ટ) રમવાની છે.
આનો અર્થ એ થયો કે, સ્ટાર્ક પાસે હજુ પણ ઉમદા તક છે કે, તે વિકેટોની સંખ્યા વધારે અને વધુ રેકોર્ડ તોડે. ચાલુ વર્ષ (2025) માં ટેસ્ટ વિકેટોની સૌથી વધુ સંખ્યામાં બીજા ક્રમે ભારતીય બોલર મોહમ્મદ સિરાજ છે, જેણે 43 વિકેટ લીધી છે.
148 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર
મિશેલ સ્ટાર્કે આ વર્ષે 28.7 ની સ્ટ્રાઈક રેટ સાથે 50 વિકેટ ઝડપી છે. તેણે કેલેન્ડર વર્ષમાં બેસ્ટ સ્ટ્રાઈક રેટનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. છેલ્લા 30 વર્ષથી આ રેકોર્ડ પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર વકર યુનુસના નામે હતો.
148 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં સ્ટાર્ક કેલેન્ડર વર્ષમાં સૌથી બેસ્ટ સ્ટ્રાઈક રેટ ધરાવનાર બોલર બની ગયો છે. વકાર યુનુસે વર્ષ 1993 માં 29.5 ની સ્ટ્રાઇક રેટથી 55 વિકેટ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો.
ટૂંકમાં ફક્ત વકાર યુનુસ અને મિશેલ સ્ટાર્કે એક કેલેન્ડર વર્ષમાં 30 થી ઓછી સ્ટ્રાઇક રેટ સાથે 50 કે તેથી વધુ વિકેટ લીધી છે.
સ્ટાર્કની આગળ હવે કોણ?
આ મામલામાં સ્ટાર્કની આગળ માત્ર ઇંગ્લેન્ડના જ્યોર્જ લોહમેન છે, જેઓએ વર્ષ 1886 માં 18 ની સ્ટ્રાઈક રેટ સાથે 38 વિકેટ ઝડપી હતી. હકીકતમાં, તે વર્ષમાં 50 વિકેટ મેળવી શક્યા ન હતા, તેથી કેલેન્ડર વર્ષમાં 50 વિકેટ મેળવનાર બોલર્સમાં સૌથી સારી સ્ટ્રાઈક રેટ સ્ટાર્કની છે.
બુમરાહ અને એટકિન્સન પણ રેકોર્ડ લિસ્ટમાં
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ વકાર યુનિસના રેકોર્ડની નજીક પહોંચી ગયો હતો. બુમરાહે વર્ષ 2024 માં 30.1 ની સ્ટ્રાઇક રેટ સાથે 71 ટેસ્ટ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના ગસ એટકિન્સને પણ વર્ષ 2024 માં 35.6 ની સ્ટ્રાઇક રેટ સાથે 52 વિકેટ લીધી હતી.
