AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસ્તા વચ્ચે ફટાકડા ફોડી જાહેરનામાનો ભંગ કરતા સુરતના ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો, જુઓ-Video

રસ્તા વચ્ચે ફટાકડા ફોડી જાહેરનામાનો ભંગ કરતા સુરતના ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો, જુઓ-Video

| Updated on: Dec 23, 2025 | 12:29 PM
Share

દિપક ઈજારદાર નામના આ ઉદ્યોગપતિ રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા અને દાદાગીરી કરતા હોવાનો આરોપ લાગ્યો છે. જે બાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી અને ઉદ્યોગપતિ વિરુદ્ધ ગુનો નોધ્યો છે.

પુત્રના જન્મદિવસ પર સુરતના ડુમસના ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડને નિયમનો ભંગ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગયો. જે બાદ ડુમસ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ઉદ્યોગપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સુરતના ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

અવારનવાર નબીરા જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી કાયદાનું ઉલ્લંઘન કરે છે ક્યારેક કોઈ તલવારથી કેક કાપે છે, તો કોઈ જન્મદિવસ પર જાહેર રસ્તા વચ્ચે ઉભા રહી ડાન્સ પાર્ટી કે ફટાકડા ફોડી આતશબાજી કરે છે. ત્યારે સુરતના ડુમસના રહેવાસી અને ઉદ્યોગપતિ દિપક ઈજારદારે પણ પોતાના પુત્રના જન્મ દિવસ પર રસ્તા વચ્ચે રોડને બાનમાં લઈ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. જે બાદ પોલીસને જાણ થતા ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

વીડિયોના આધારે પોલીસે કરી તપાસ

દિપક ઈજારદાર નામના આ ઉદ્યોગપતિ રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા અને દાદાગીરી કરતા હોવાનો આરોપ લાગ્યો છે. જે બાદ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી અને ઉદ્યોગપતિ વિરુદ્ધ ગુનો નોધ્યો છે.

રસ્તા પર દાદાગીરી કરવાનો પણ આરોપ

તો બીજી તરફ જેમના પર દાદાગીરીનો આક્ષેપ છે તે દીપક ઈજારદારનો દાવો છે કે તેમણે કોઈપણ જાહેરનામાનો ભંગ નથી કર્યો. તેમને બદનામ કરવાનું આ તેમના વિરોધીઓનું ષડયંત્ર છે. જ્યારે વાયરલ થયેલ વીડિયો પરથી સ્પષ્ટ તેઓ રસ્તા પર લોકોની અવર જવર વચ્ચે જ વાહન ચાલકોને અટકાવીને હાથમાં ફટાકડા લઈને ફોડ્યાં હતા.

મળતી માહિતી મુજબ ફટાકડા ફોડતા દરમિયાન વાહન ચાલકોએ જાહેરમાં ફટાકડા ફોડતા તેમને ટકોર કરી હતી, જે બાદ ઉદ્યોગપતિ ગુસ્સે ભરાય ગયો હતો અને પોતે સેલિબ્રિટિ છે અને તેથી તે ઉજવણી કરી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતુ.

ચાંદીનો બાદશાહ કોણ? દુનિયાના આ ટોપ-5 દેશ, જેમની પાસે છે સૌથી વધારે ચાંદીનો ખજાનો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">