ગુજરાતની એ પ્રથમ લેડી ડોન જેમણે ખુદ ક્યારેય હથિયાર ન ઉઠાવ્યા પરંતુ દુશ્મનોને વીણી-વીણીને સાફ કરી નાખ્યા… વાંચો
ભારતની સૌથી ખતરનાક લેડી ડોનની આ કહાનીની શરૂઆત થાય છે 1980થી. ગુજરાતના પોરબંદરથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પારખી નજરો આ લેડી ડોનના કારનામા પર પડી અને તેના પર એક ફિલ્મ પણ બનાવી નાખી, જેમાં લેડી ડોનને નામ અપાયુ ગોડ મધર અને તેનો રોલ કર્યો ભારતની ટેલેન્ટેડ મશહૂર અભિનેત્રી શબાના આઝમીએ. આ લેડી ડોનનો ડર એટલી હદે હતો કે તેમના મૃત્યુ બાદ પણ તેમના દુશ્મનોના દિલો દિમાગ પર તે દાયકાઓ સુધી ભૂલી શક્યા ન હતા.

ગુજરાતની મહિલા ડોનમાં જેનુ નામ મોખરે રહે છે તે ગુજરાતના લેડી ડોનનો ખોફ એટલો હતો કે તેમના મૃત્યુ બાદ પણ દાયકાઓ સુધી દુશ્મનો તેને ભૂલી ન શક્યા. ન માત્ર ગુજરાત પરંતુ ભારતની સૌથી ખૂંખાર લેડી ડોને ગુનાની દુનિયામાં 1980 ના વર્ષમાં પગ મુક્યો. ગુજરાતના પોરબંદરથી, મુંબઈના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પારખી નજરોમાં તેમનો કિરદાર કેદ થઈ ગયો અને આ લેડી ડોનના ખૂની કારનામા પર એક ફિલ્મ પણ બનાવી. નામ હતુ ‘ગોડમધર’ આ ફિલ્મમાં ગોડમધરના કિરદાર શબાના આઝમીએ નિભાવ્યો. જો કે તેમના કારનામા પર બનેલી આ ફિલ્મથી રિયલ ગોડમધર ઉર્ફે લેડી ડોન સંતોક બહેન જાડેજા બહુ નારાજ થયા હતા. આખરે આ મામલો જેમતેમ રફેદફે કરવામાં આવ્યો.
ગુનાની દુનિયામાં મચાવી દીધી હલચલ
1990 ના દાયકાની સૌથી શક્તિશાળી મહિલા ડોન સંતોકબેન જાડેજા હાલ તો જીવિત નથી. વર્ષ 2011ના એપ્રિલ મહિનામાં ગુનાની દુનિયામાં પોતાનો સનસનાટી ફેલાવી દેનારી લેડી ડોને એકદમ શાંતિથી આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી. જે ખામોશી સાથે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી તેની એ સમયે કોઈને આશા નહોંતી. મતલબ સાફ છે કે જ્યાં સુધી એ જીવિત હતી,ત્યાં સુધી તેનો ખૌફ એવો હતો કે પોલીસ પણ તેનાથી ફફડતી હતી અને શાંતિથી સૂઈ પણ શક્તી ન હતી. ગુજરાતની મહિલા ડૉન સંતોકબેન જાડેજાના દુશ્મનો, ડર ના માર્યા રાત્રે ઉંઘમાંથી ઉઠીને ઘરમાંથી ભાગવા લાગતા. એવુ વિચારીને કે ક્યાંક સંતોકબેનના હથિયારધારી ગુંડાઓ, ચારે તરફથી ઘેરીને ટપકાવી દેવા માટે દરવાજા પર દસ્ક્ત દીધી છે.
ફિલ્મી કહાની જેવી લાગે પણ આ વાત એક્દમ સાચી છે. કોઈ મુંબઈયા ફિલ્મના રૂપેરી પરદા માટે લખાયેલી કોઈ મનઘડંત વાર્તા નથી. સંતોકબેન આજે ભલે જીવિત ન હોય, પરંતુ ગુજરાતનો કોઈપણ પોલીસવાળો તેમના ઘરનું સરનામું ન જાણતો હોય તેવુ ન બને. એમનો ખૌફ એટલો હતો કે જો પોલીસવાળાને ખબર પડે કે સંતોકબેનના ઘરે જવુ છે તો તે છેક તમને ઘર સુધી મુકવા આવશે. આ પોલીસના મનમાં ઘર કરીને પેસી ગયેલો લેડી ડોનનો ડર જ સમજી લો અથવા તો દુનિયામાંથી વિદાય લઈ ચુકેલા કથિત રીતે ગુન્ડાઓની ગોડમધર ગણાતા સંતોકબેન માટેનુ સન્માન.
પતિના હત્યારાઓને વીણી વીણીને હિસાબ બરાબર કર્યો
ભલે સંતોકબેન અત્યારે જીવિત ન હોય, પરંતુ તેમના કારનામા અને તેમની વાતો લોકોના મનમાંથી આજે પણ ભૂંસાઈ નથી. ગુજરાતના પોરબંદરનું નામ પડે ત્યારે ગાંધીજીની જન્મભૂમિ હોવા છતા પહેલુ નામ જે મનમાં આવે તે સંતોકબેન જાડેજાનું છે. લેડી ડોન સંતોકબેનને લઈને હંમેશા બે મંતવ્યો રહ્યા છે. કાયદા અને પોલીસની નજરમાં, તે ગુનાહિત જગતની લેડી ડોન હતી. એ લેડી ડોન જેમણે 1980 ના દાયકામાં, તેના પતિના હત્યારાઓ સાથે હિસાબ બરાબર કરવા માટે દિમાગમાં જ દુશ્મનીનું રક્ત વહી રહ્યુ હતુ. તેમના પતિના ગયા પછી, દુશ્મનો સંતોકબેન અને તેના બાળકોના જીવનમાં પણ અડચણ બનવા લાગ્યા હતા. આથી જ તેમના દુશ્મનોને સમયસર ખતમ કરવા અને તેમને પાઠ ભણાવવો એ સંતોકબેન માટે શોખ નહીં પણ મજબૂરી બની ગઈ હતી.
સમય જતાં, 1989 થી 1994 સુધી, સંતોકબેન ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા. તે પહેલાં, પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાંથી કોઈ મહિલા ધારાસભ્ય ચૂંટાયા ન હતા. આનો અર્થ એ થયો કે પોલીસની નજરમાં મહિલા ડોનની છબી ધરાવતા સંતોકબેન, તેમના શુભેચ્છકો અને જનતાની નજરમાં ગોડમધર જેવા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, તે તેમના દુશ્મનો માટે લેડી ડોન અને પોતાના લોકો માટે ગોડમધર હતા.
દુશ્મનોની નજરમાં ડરનું પહેલુ નામ એટલે સંતોકબેન
આવી મહિલા ડોન, સંતોકબેનનો આતંક તેમના મૃત્યુના એક દાયકા પછી પણ તેમના દુશ્મનોના દિલો દિમાગ પર છવાયેલો રહ્યો. તેમના પતિના મૃત્યુ પછી, જ્યારે તેમના દુશ્મનોએ તેમને અને તેમના બાળકોને નિશાન બનાવવાની હિંમત કરી, ત્યારે સંતોકબેનની આંખો ત્રાંસી થઈ ગઈ, એ હદે ત્રાસી કે તેમના દુશ્મનોને તેમણે સમજાવી દીધુ કે ડર શું કહેવાય. ભારતમાં ચાલતી વ્યાપક ચર્ચાઓ અનુસાર, 1990 ના દાયકા સુધીમાં, સંતોકબેનનો ખૌફ એટલો વધી ગયો હતો કે સંતોકબેનના ઘરની ગટરમાંથી નીકળતું લાલ કે રંગીન પાણીને પણ લોકો ખૂન ગણીને અફવા ઉઠાવવા લાગ્યા હતા.
આ લેડી ડોન ગોડમધરની સૌપ્રથમ ધરપકડ કરવાની હિંમત કરનાર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, “હકીકતમાં, તેમના પતિના મૃત્યુ સુધી, સંતોકબેન સમાજમાં એક સામાન્ય મહિલા જ હતા. પરંતુ સામાન્યમાંતી તેઓ ખાસ તો ત્યારે બન્યા જ્યારે તેમના દુશ્મનોએ તેમને એકલા સમજીને તેમના બાળકોને રસ્તા પરના કાંટા ગણીનેનિપટાવી દેવાનુ દુ:સાહસ કર્યુ.” આ જ અધિકારીના જણાવ્યા અનુસાર, મીડિયા અને પોલીસે જ સંતોકબેનને લેડી ડોન બનાવ્યા હતા. સંતોકબેનના તેજ દિમાગની જ કમાલ હતી કે તેમણે જીવનપર્યંત ક્યારેય હથિયારોને હાથ પણ નથી લગાવ્યો છતાં, તેમના ડરને કારણે જ તેમને લેડી ડોન, લેડી કિલર, દુશ્મનોની દુશ્મન જેવા અસંખ્ય અન્ય નામથી કુખ્યાત કરી દેવાયા.
એકવાર આગળ વધી તો પછી કયારેય પાછુ વળીને ન જોયુ
સંતોકબેનના જમાનાના સમકાલીન એક અગ્રણી વ્યક્તિના મતે, મેં તેમના જાજરમાન અને ત્યારબાદ જંજાળ બની ગયેલી બંને જિંદગીને ખૂબ નિકટથી જોઈ છે. જે લોકોએ 1980ના દાયકામાં તેમના પરિવાનું ખુલીને સમર્થન કર્યુ હતુ, એ જ લોકોએ સમયનુ ચક્ર ફરતા જ તેમના તરફથી મોં ફેરવવા લાગ્યા. નજરો ચોરવા લાગ્યા હતા. અર્થાત, સંતોકબેનથી અંતર જાળવાની સાવચેત રહેવા લાગ્યા હતા. જ્યારે પોતાના નિકટના લોકોને સંતોકબેને તેમની નજરની સામે પલટી મારતા જોયા તો તેમણે પણ ઠાની લીધી અને તેઓ પરિવારનુ રક્ષણ કરવા અને ગુજરાન ચલાવવા માટે લોકલાજ શેહ-શરમ, ડર છોડીને કાળા કારોબારની દુનિયામાં ઉતરી ગયા. એકવાર તે રિયલ એસ્ટેટ, ખંડણી, હેરાફેરી અને દાણચોરીના દલદલમાં પ્રવેશ્યા તો તેના છેલ્લા શ્વાસ સુધી તેમાંથી પાછુ વળીને ન જોયુ.
એવું પણ કહેવાય છે કે, આ તાકતના જોરે , તેઓ કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા. આ ગોડમધરની 1990 ના દાયકામાં ધરપકડ કરવાની હિંમત કરનારા પોલીસ અધિકારીના દાવાઓ મીડિયામાં આવતી ચર્ચાઓને ધ્યાનમાં લઈતો, અને 1995 આવતાસુધીમાં સંતોકબેનનો ડર કંઈક અંશે ઓછો થવા લાગ્યો હતો. કદાચ આ પાછળનું મુખ્ય કારણ તેમના નજીકના લોકોએ અચાનક કરી લીધેલી પીછેહઠ હતી, જે લોકો હંમેશા પડછાયાની જેમ તેમની સાથે રહેતા તેમણે અચાનક સંતોકબેનથી દૂરી બનાવી લીધી. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે કથિત રીતે 18 હત્યા સહિત અનેક ગુનાઓમાં આરોપી રહેલ આ લેડી ડોનની ગેંગ પણ સત્તા સંઘર્ષની અસરથી બાકાત ન રહી શકી. ગુનાની દુનિયામાં જેમના નામના સિક્કા બોલતા હતા તે લેડી ડોન સંતોકબેને ખુદ તો ક્યારેય ગોળી ન ચલાવી પરંતુ દુશ્મનોને જીવતા પણ ન રહેવા દીધા.
