Suhana Khan Swimming : સુહાના ખાને પૂલમાં દેખાડી આવી બેકફ્લિપ, પિતા શાહરૂખ ખાન જોતા જ રહી ગયા, જુઓ Viral video

Suhana Khan Video : શાહરૂખ ખાન અને સુહાના ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહરૂખ સુહાનાને સ્વિમિંગ શીખવી રહ્યો છે અને સુહાના તેના પિતાને બેકફ્લિપ બતાવી રહી છે. જુઓ Video

Suhana Khan Swimming : સુહાના ખાને પૂલમાં દેખાડી આવી બેકફ્લિપ, પિતા શાહરૂખ ખાન જોતા જ રહી ગયા, જુઓ Viral video
Suhana Khan Swimming Viral Video
| Edited By: | Updated on: May 03, 2023 | 12:13 PM

Shah Rukh Khan Suhana Khan : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર એક સારા અભિનેતા જ નથી પણ એક સારા પિતા પણ છે. શાહરૂખ ઘણીવાર પોતાના બાળકોને સપોર્ટ કરતો જોવા મળે છે. હવે શાહરૂખ ખાનનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સુહાના ખાનને સ્વિમિંગ શીખવી રહ્યો છે. શાહરૂખ પોતાની દીકરી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. સુહાના તેને પૂલમાં તેનું સ્વિમિંગ અને બેકફ્લિપ બતાવી રહી છે.  જુઓ વીડિયો

આ પણ વાંચો : શું તમે Shah Rukh Khan ફેમિલીના Unseen ફોટો જોયા છે? ફેન્સે કહ્યું – હમારી પઠાણ ફેમિલી

શાહરૂખ ખાનના એક ફેન પેજએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે સુહાનાને પૂલમાં સ્વિમિંગ કરતી જોઈ શકો છો. સુહાના પિતા શાહરૂખને પોતાની સ્વિમિંગ સ્કિલ બતાવી રહી છે. સાથે જ શાહરૂખ સુહાનાનો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે. સુહાનાની બેકફ્લિપ જોઈને શાહરૂખ તેને અદ્ભુત કહી રહ્યો છે. આ વીડિયો ભલે જૂનો છે, પરંતુ શાહરૂખની તેના બાળકો સાથેની શાનદાર કેમેસ્ટ્રી હજુ પણ જોવા મળી રહી છે.

જુઓ વીડિયો…

ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘કેટલી સુંદર રીતે કહ્યું કે મને તરવું નથી આવડતું અને પછી તેને શીખવવાનું શરૂ કર્યું’, જ્યારે એક યુઝરે લખ્યું છે કે, ‘આ ખૂબ જ ક્યૂટ છે’, બીજા યુઝરે લખ્યું છે કે, ‘શાહરુખ ખાન તેના બાળકોની લાઈફમાં રિયલ ફાધરની ભૂમિકા ભજવી રહ્યો છું. સુહાના અને શાહરૂખ ઘણા સારા લાગી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન પોતાની ફિલ્મો અને કામમાં ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે પોતાના પરિવાર સાથે વિતાવે છે. શાહરૂખ ઘણા પ્રસંગોએ સુહાનાના વખાણ કરતા અને તેને માર્ગદર્શન આપતા જોવા મળ્યા છે. તાજેતરમાં જ શાહરૂખે તેના પુત્ર આર્યન ખાનની ક્લોથિંગ બ્રાન્ડનો જોરદાર પ્રચાર કર્યો હતો. આર્યનના ડેબ્યૂની તૈયારીમાં કિંગ ખાન પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…