ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને 4500 થી 5000 નું કરોડનું નુકશાન
Impact of Iran-Israel War : આ સાથે જ ભારત માંથી સૌથી વધુ જૈનરીક દવાઓ, સર્જીકલ આઇટમ અને આયુર્વેદિક દવાઓ મિડલ ઇસ્ટ દેશમાં મોટાપાયે નિકાસ થાય છે. જેમાં એકલા ગુજરાતમાંથી જ 70 ટકા ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની નિકાસ થાય છે. જે મિડલ ઇસ્ટના 22 થી વધુ દેશમાં મોકલવામાં આવે છે. જૈનરીક દવા , એન્ટી બાયોટિક દવા , એલર્જી , મેલેરિયા , કપ સિરફ અને બાળકોની દવાઓ સૌથી વધુ નિકાસ થાય છે. જેને લઈ ફાર્માસ્યુટિકલ ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે ભારતના દવા ઉદ્યોગ ક્ષેત્ર ઉપર પણ વર્તાઈ રહી છે. ફાર્માસ્યુટિકલ નિકાસ પર ગંભીર અસરો પડતા ભારતમાં કરોડો રૂપિયાનું મોટું નુકસાન થવાની ધારણા સેવાઈ રહી છે. મિડલ ઇસ્ટમાં આવેલા વિવિધ દેશ મોટા ભાગે ભારતની દવાઓ પર નિર્ધાર રાખે છે. છેલ્લા એક વર્ષમાં 7 થી 8 હજાર કરોડનો વેપાર મિડલ ઈસ્ટમાં થયો છે, પરંતુ છેલ્લા 10 દિવસથી યુદ્ધની સ્થિતિને કારણે 4500 થી 5000 નું કરોડનું નુકશાન થયું હોવાનું ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશન પ્રમુખ જશંવતભાઈ પટેલનું કહેવું છે.
આ સાથે જ ભારત માંથી સૌથી વધુ જૈનરીક દવાઓ, સર્જીકલ આઇટમ અને આયુર્વેદિક દવાઓ મિડલ ઇસ્ટ દેશમાં મોટાપાયે નિકાસ થાય છે. જેમાં એકલા ગુજરાતમાંથી જ 70 ટકા ફાર્માસ્યુટિકલ ચીજવસ્તુઓની નિકાસ થાય છે. જે મિડલ ઇસ્ટના 22 થી વધુ દેશમાં મોકલવામાં આવે છે. જૈનરીક દવા , એન્ટી બાયોટિક દવા , એલર્જી , મેલેરિયા , કપ સિરફ અને બાળકોની દવાઓ સૌથી વધુ નિકાસ થાય છે. જેને લઈ ફાર્માસ્યુટિકલ ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશન પ્રમુખ જશવંત પટેલનું કહેવું છે કે આ યુદ્ધ વધુ ચાલ્યું તો મિડલ ઇસ્ટમાં દવાની મોટી અછત ઉભી થશે. જોકે ન્યુક્લિયર વેપનથી બચવા માટે પોટેશિયમ ટેબલેટ ડિમાન્ડ ખૂબ વધી છે. એવું કહેવાય છે કે ન્યુક્લિયરથી બચવા માટે આ ટેબલેટ લેવાથી તેની અસર થતી નથી. પરંતુ હાલ આ સ્થિતિ લઈને એક્સપોર્ટ બંધ થઈ છે.
ઈરાન ઈઝરાયેલ યુએસએ યુદ્ધની આડ અસર, સાણંદ જીઆઈડીસીમાં ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસ પર લાદવામાં આવ્યો 50 ટકા કાપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
