વલસાડ નગરપાલિકાએ 2 મહિના પહેલાં બનાવેલો રસ્તો પીગળ્યો. ડામર પીગળતાં લોકોના જૂતાં અને વાહનોના ટાયરો રસ્તા પર ચોંટ્યા. 1 કિલોમીટર સુધીનો રસ્તો પીગળ્યો હોવાનો આક્ષેપ. અનેક રજૂઆત બાદ છીપવાડ વિસ્તારમાં બન્યો હતો રોડ. હજુ તો ગરમીની શરૂઆત થઈ છે..ત્યાં વલસાડમાં રોડ પરનો ડામર પીગળી ગયો . હજુ તો બે મહિના પહેલા જ છીપવાડ વિસ્તારમાં રસ્તો બનાવ્યો હતો.વલસાડમાં તો 34 ડિગ્રી સુધી જ તાપમાન નોંધાયું, એવામાં જ ડામર પીગળી ગયો..આશરે 1 કિલોમીટરનો આ રસ્તો પસાર કરતાં લોકો હવે ડરી રહ્યા છે.