AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતના અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ શહેરની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. અજાણ્યા વ્યક્તિએ ઇમેઇલ મારફતે પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

Breaking News: ગુજરાતના અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
bomb threat
| Updated on: Mar 10, 2026 | 3:58 PM
Share

ગુજરાતના 3 શહેરોમાં ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રાજકોટ શહેરની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. અજાણ્યા વ્યક્તિએ ઇમેઇલ મારફતે પાસપોર્ટ ઓફિસને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ સિવાય વડોદરાના વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમજ સુરત પાસપોર્ટ ઓફિસને પણ ધમકી ભર્યો મેલ મળ્યો છે.

રાજકોટ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

રાજકોટ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. અજાણ્યા વ્યક્તિએ ઇમેઇલ મારફતે પાસપોર્ટ ધમકી આપતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.ધમકી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ, SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) અને સ્થાનિક પોલીસની ટીમોએ ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઓફિસની આસપાસના વિસ્તારોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

વાઘોડિયાની યુનિવર્સિટીને પણ મળી ધમકી

વાઘોડિયા તાલુકાની એક ખાનગી યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કેમ્પસમાં તાત્કાલિક હલચલ મચી ગઈ હતી. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા ધમકીભર્યા ઈ-મેઈલના પગલે યુનિવર્સિટી પ્રશાસન સતર્ક બન્યું અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ વાઘોડિયા પોલીસની ટીમ તાત્કાલિક યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચી ગઈ હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પ્રશાસને કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા સમગ્ર કેમ્પસને કોર્ડન કરી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

સુરતના પીપલોદની પાસપોર્ટ ઓફિસને પણ મળ્યો ધમકી ભર્યો મેલ

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા ધમકીભર્યા ઈ-મેઈલના કારણે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સતર્ક બની ગઈ હતી.

માહિતી મુજબ, પાસપોર્ટ ઓફિસને ઈ-મેઈલ મારફતે બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીનો મેસેજ મળતા જ ઓફિસ પ્રશાસને તરત જ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરત પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓફિસ અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તથા શંકાસ્પદ વસ્તુઓ માટે વિગતવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

Breaking News : ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">