AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ધ કેરલા સ્ટોરી 2” બોક્સ ઓફિસ પર કરી રહી છે પ્રભાવશાળી કમાણી, જૂઓ આજદીન સુધીની કમાણી…

"ધ કેરલા સ્ટોરી 2" ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયાના 11 દિવસ થઈ ગયા છે. "ધ કેરળ સ્ટોરી 2" ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે કુલ ₹38.50 કરોડની કમાણી કરી છે.

ધ કેરલા સ્ટોરી 2 બોક્સ ઓફિસ પર કરી રહી છે પ્રભાવશાળી કમાણી, જૂઓ આજદીન સુધીની કમાણી...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 7:17 PM
Share

“ધ કેરલા સ્ટોરી 2” ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં અદિતી ભાટિયા, ઉલ્કા ગુપ્તા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. ચાલો જાણીએ કે ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે.

“કેરલા સ્ટોરી 2” 11મા દિવસે કરી આટલી કમાણી

મળતી માહિતી અનુસાર, ફિલ્મે અત્યાર સુધીમાં ₹38.50 કરોડની કમાણી કરી છે. જ્યારે ₹33.23 કરોડનું નેટ કલેક્શન છે. 11મા દિવસે પણ ફિલ્મે, આજે 9 માર્ચેના રોજ સાંજેના 6 વાગ્યા સુધી ₹74 લાખની કમાણી કરી છે. ફિલ્મને 11મા દિવસે એકંદરે 10 ટકા સુધીનો રોકાણ મળ્યું. ફિલ્મને સવારના શોમાં 5.77 ટકા અને બપોરના શોમાં 11.77 ટકા રોકાણ મળ્યું છે.

બોક્સ ઓફિસ પર “કેરલા સ્ટોરી 2” નું કલેક્શન

11 મા દિવસ માટે ફિલ્મના કલેક્શનના આંકડા સતત અપડેટ થઈ રહ્યા છે. અંતિમ આંકડા રાત્રે 10 વાગ્યા સુધીમાં આવશે.

દિવસ બોક્સ ઓફિસ કલેક્શન

  1. પહેલો દિવસ 80 લાખ
  2. બીજો દિવસ 4.75 કરોડ
  3. ત્રીજો દિવસ 4.75 કરોડ
  4. ચોથો દિવસ 2.5 કરોડ
  5. પાંચમો દિવસ 4 કરોડ
  6. છઠ્ઠો દિવસ 3.50 કરોડ
  7. સાતમો દિવસ 2.75 કરોડ
  8. આઠમો દિવસ 2.7 કરોડ
  9. નવમો દિવસ 3.75 કરોડ
  10. દસમો દિવસ 3.37 કરોડ
  11. દિવસ 11 (સાંજે ૬ વાગ્યા સુધીમાં) 74 લાખ

ફિલ્મમાં છે આ ત્રણ છોકરીઓની વાર્તા

“ધ કેરલા સ્ટોરી 2” ફિલ્મ હિન્દી અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને કામાખ્યા નારાયણ સિંહ દ્વારા દિગ્દર્શિત કરનામાં આવી છે, આ ફિલ્મમાં ત્રણ છોકરીઓની વાર્તા દેખાડવામાં આવી છે. જેમાં તેઓ અલગ અલગ ધર્મના પુરુષો સાથે પ્રેમમાં પડે છે અને તેમના પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે. લગ્ન પછી ત્રણ છોકરીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ફિલ્મ તેના વિષયને લઈને વિવાદમાં પણ આવી હતી. ફિલ્મમાં દેખાતી અદિતી ભાટિયા અને ઉલ્કા ગુપ્તા ટીવી અભિનેત્રીઓ છે જેમના અભિનયની મોટા પડદા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.

2023 માં આવી હતી “ધ કેરલા સ્ટોરી”

આ ફિલ્મ 2023 માં આવેલી “ધ કેરલા સ્ટોરી” નો બીજો પાર્ટ છે. “ધ કેરલા સ્ટોરી” ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. “ધ કેરલા સ્ટોરી” ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઇદનાની અને સોનિયા બલાની જેવી અભિનેત્રીઓ હતી.

Dhurandhar 2ની કમાલ, રિલીઝ થવાના 10 દિવસ પહેલા જ 8 કરોડથી વધુની કમાણી કરી , શું પહેલા ભાગનો રેકોર્ડ તોડી શકશે? વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">