રાજ્યમાં માર્ચમાં જ મે મહિના જેવી ગરમીની શરૂઆત. અમદાવાદમાં સિઝનમાં પ્રથમ વખત પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો. તો રાજકોટમાં સૌથી વધુ 41.6 ડિગ્રી ગરમી પડી. સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 41.6 ડિગ્રી રહ્યું. 17 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું.