AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગેસ પુરવઠા પર સરકાર સતર્ક, ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, “ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય”

ઉર્જા પ્રધાનના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં લગભગ 50 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસના પુરવઠામાં પણ લગભગ 40 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે.

| Updated on: Mar 10, 2026 | 11:21 AM
Share

રાજ્યમાં ગેસના પુરવઠા અંગે ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગેસ સપ્લાય ખોરવાઈ નહીં જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા એ છે કે ઘરોમાં ગેસનો પુરવઠો સતત ચાલુ રહે અને એકપણ ચૂલો બંધ નહીં થાય.

ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં લગભગ 50 ટકા સુધી કાપ

ઉર્જા પ્રધાનના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં લગભગ 50 ટકા સુધી કાપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા ગેસના પુરવઠામાં પણ લગભગ 40 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય ઘરગથ્થુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવા માટે લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.

યોગ્ય પગલાં લેવામાં આવશે

તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ગેસ સપ્લાય સુનિશ્ચિત રહે તે માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે કોમર્શિયલ સિલિન્ડર અંગે હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી.

સરકારનું કહેવું છે કે ગેસના પુરવઠા પર કોઈ ગંભીર અસર ન પડે અને સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Breaking News: ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં, ઉદ્યોગકારોની CM સાથે તાત્કાલિક બેઠક

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">