AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા ખાસ નિર્દેશ

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા ખાસ નિર્દેશ

| Updated on: Mar 10, 2026 | 9:21 PM
Share

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને દેશના તેલ તથા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના પુરવઠાની સમીક્ષા કરી. સરકારે ઘરેલુ ગ્રાહકોને ગેસ સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તે માટે તમામ મંત્રાલયોને તૈયાર રહેવા સૂચના આપી છે.

યુદ્ધ વચ્ચે ભારતમાં ઓઈલ અને ગેસનું સંકટ તોળાઈ રહ્યું છે..ત્યારે વડાપ્રધાન મોદીએ સંકટને પહોંચી વળવા ઉચ્ચસ્તરીય બેઠક યોજી. અને વડાપ્રધાન મોદીએ ઘરેલુ ગ્રાહકો માટે ગેસનો પુરવઠો જાળવી રાખવા કડક આદેશ આપ્યા. આ બેઠકમાં પેટ્રોલિયમ પ્રધાન હરદીપસિંહ પુરી, વિદેશપ્રધાન એસ જયશંકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા.બેઠમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ખોરવાયેલા સપ્લાય ચેઈનનો વિકલ્પ શોધવો ચર્ચાઓ થઈ

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા. સાથે જ પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ભારત પર પડી શકે તેવી અસરને કેવી રીતે ઓછી કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા થઈ.

તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન મોદીએ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓ અને મંત્રાલયોને સંકલન સાથે કામ કરવાની સલાહ આપી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર દેશના લોકો પર ઓછી પડે તે માટે તૈયાર રહેવા તથા શક્ય પડકારોને પહોંચી વળવા તમામ મહત્વના મંત્રાલયોને પૂરતી તૈયારી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

PM મોદીની અધ્યક્ષતામાં બેઠક

અહેવાલો મુજબ, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં એસ. જયશંકર અને હરદીપ સિંહ પુરી સહિત તમામ કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સામાન્ય લોકોને રસોઈ ગેસ (LPG)ના પુરવઠામાં કોઈ અડચણ ન આવે તેની ખાતરી કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગેસ સિલિન્ડરની અછતની ચર્ચાથી લોકોમાં ભય

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે દેશમાં ઈંધણ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ અંગે અનેક અફવાઓ ફેલાઈ રહી છે. જેના કારણે ઘણા શહેરોમાં લોકોમાં ગેસની અછતનો ભય જોવા મળી રહ્યો છે અને ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. સરકારે કાળા બજારને અટકાવવા માટે બૂકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે, એક સિલિન્ડર ધરાવતા ગ્રાહકો હવે 25 દિવસે અને બે સિલિન્ડર ધરાવતા ગ્રાહકો 30 દિવસે ફરી બૂકિંગ કરી શકશે. જોકે સરકાર અને ઉર્જા નિષ્ણાતોના જણાવ્યા મુજબ દેશમાં ગેસની કોઈ અછત નથી, હાલની સ્થિતિ મુખ્યત્વે ગભરાટમાં કરવામાં આવતી બૂકિંગ અને કેટલાક સ્થળોએ સ્થાનિક પુરવઠાની સમસ્યાને કારણે ઉભી થઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">