AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગેસ સિલિન્ડર વગર આ રીતે રાંધી શકાય છે સ્વાદિષ્ટ રસોઈ, જુઓ આ ઉપાયો….

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર વચ્ચે ગેસ અને તેલના પુરવઠાઓ પર માંઠી અસર પડી છે. પરિણામે LPGના ભાવમાં વધારો તેમજ પુરવઠા પર અસર પડી શકે છે. આવી સ્થિતિમાં રસોઈ માટેના વિકલ્પોમાં ઇન્ડક્શન , માઇક્રોવેવ, ઇલેક્ટ્રિક કેટલી તેમજ પરંપરાગત ચૂલા જેવા ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે.

ગેસ સિલિન્ડર વગર આ રીતે રાંધી શકાય છે સ્વાદિષ્ટ રસોઈ, જુઓ આ ઉપાયો....
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2026 | 7:23 PM
Share

ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર હવે વૈશ્વિક ઉર્જા બજાર પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાથી તેલ અને ગેસ પુરવઠા પર દબાણ વધ્યું છે, જેના કારણે ઘણા દેશોમાં ગેસના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ભારત પણ તેમાં અપવાદ નથી. ભારતમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આશરે 60 રૂપિયાનો તેમજ વ્યાપારિક સિલિન્ડરમાં આશરે 115 રૂપિયાનો વધારો નોંધાયો છે. જો ભવિષ્યમાં ગેસ પુરવઠો ખોરવાઈ જાય, તો ઘરોમાં રસોઈની મુશ્કેલીઓ ઊભી થઈ શકે. પણ ગભરાવાની જરૂર નથી. આજે, ગેસ વિના રસોઈ બનાવવામા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.

ઇન્ડક્શન સ્ટવ બનશે સૌથી સરળ વિકલ્પ

જો ગેસનો પુરવઠો ઓછો થઈ જાય, તો ઇન્ડક્શન સ્ટોવ સૌથી સરળ અને આધુનિક વિકલ્પ બની જશે. આ ઇન્ડક્શન સ્ટોવ વીજળીથી ચાલે છે અને ગેસ કરતાં વધુ ઝડપથી રાંધે છે, તેમજ ઊર્જા પણ બચાવે છે. મોટાભાગના ઘરોમાં ઇન્ડક્શન સ્ટોવનો ઉપયોગ વધી રહ્યો છે કારણ કે તે વાપરવામાં સરળ અને આગનું જોખમ ઓછું હોય છે. આમાં રોજિંદા વાનગીઓ જેવી કે ચા, દાળ, શાકભાજી અથવા ભાત સરળતાથી તૈયાર કરી શકાય છે. જો કે, આ માટે જુદા વાસણોની જરૂર પડે છે, જે બજારમાં ખૂબ જ ઓછી કિંમતે સરળતાથી મળી જાય છે.

ઇલેક્ટ્રિક કીટલીના ઉપયોગ

ઇલેક્ટ્રિક કીટલીઓનો ઉપયોગ સામાન્ય રીતે પાણી ઉકાળવા માટે થાય છે. જોકે જરુરિયાત પ્રમાણે તેનો ઉપયોગ ઘણા નાના કાર્યો માટે પણ કરી શકાય છે. તેનો ઉપયોગ નૂડલ્સ, સૂપ, ચા અને બાફેલા ઈંડા કે દલિયા બનાવવા માટે પણ કરી શકાય છે. ઇલેક્ટ્રિક કીટલી સામાન્ય રીતે 500 થી 2,000 રૂપિયાની વચ્ચે સરળતાથી મળી જાય છે.

માઇક્રોવેવ ઓવન

માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ ઘણીવાર ફક્ત ખોરાકને ગરમ કરવા માટે થાય છે, પરંતુ તેનો ઉપયોગ વિવિધ વાનગીઓ રાંધવા માટે પણ કરી શકાય છે. શાકભાજી, દાળ, પાસ્તા અથવા કેક સરળતાથી માઇક્રોવેવમાં રાંધી શકાય છે. ઉપરાંત શાકભાજી પણ સરળતાથી રાંધી શકાય છે. ગેસની અછતના સમયમાં, માઇક્રોવેવ ઓવન રસોડામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. માઇક્રોવેવ ઓવન 5,000 થી 10,000 રૂપિયાની વચ્ચે મળી જાય છે.

સ્ટીમર

રસોઈ તૈયાર કરવા માટે ફૂડ સ્ટીમર એક સસ્તો અને અસરકારક વિકલ્પ હોય છે. તેમાં રસોઈ તૈયાર કરવાનો ફાયદો એ પણ છે, કે તેમાં પોષક તત્વો, ઓછું તેલ, કુદરતી સ્વાદ અને રંગો જળવાઈ રહે છે. શાકભાજી રાંધવા ઉપરાંત, તેનો ઉપયોગ મોમોઝ, ઇડલી, ઢોકળા, ખમણ અને નૂડલ્સ જેવી વસ્તુઓ તૈયાર કરવા માટે પણ થઈ શકે છે. તે રૂપિયા 1,000 થી ઓછી કિંમતે મળી જાય છે.

એર ફ્રાયર

એર ફ્રાયર એ રસોડાના એક ઉપકરણ છે જેનો ઉપયોગ ખૂબ ઓછા તેલમાં ખોરાક રાંધવા માટે કરવામાં આવે છે. ગેસ બંધ હોય ત્યારે પણ તેનો ઉપયોગ રસોઈ માટે થઈ શકે છે. ગરમ હવા ઝડપથી ફરે છે, જેનાથી ખોરાક બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ બને છે. આમાં ફ્રેન્ચ ફ્રાઈસ, સમોસા, પકોડા, પનીર ટિક્કા, કટલેટ, કૂકીઝ અને કેક જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. આના ફાયદાઓમાં ઓછા તેલનો ઉપયોગ, ઝડપી રસોઈ અને ગેસની જરૂરિયાત દૂર થતી હોય છે. આ 2,000 થી 5,000 રૂપિયાની વચ્ચે ખરીદી શકાય છે.

કેરોસીન સ્ટવ

ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં જ્યાં વીજળીની અછત છે ત્યાં હજુ પણ કેરોસીન સ્ટવનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેરોસીન પર ચાલે છે અને વીજળીની જરૂર હોતી નથી, જ્યારે ગેસની અછત હોય ત્યારે આ વિશ્વસનીય વિકલ્પ બનતો હોય છે. જો કે, તેનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી હોય છે, કારણ કે તેમાં આગ અને ધુમાડાનું ઉચ્ચ જોખમ વધારે હોય છે. જો કે, તેનો ઉપયોગ બેકઅપ વિકલ્પ તરીકે કરી શકાય છે.

દેશી ચૂલો

ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ લાકડા અને ગાયના છાણાંના ચૂલાનો ઉપયોગ થાય છે. ગેસની અછત અથવા વીજળી ન હોવાના સમયે આ ઉપયોગી થઈ શકે છે. આ ચૂલામાં લાકડા અથવા ગાયના છાણાંને બાળી ખોરાક રાંધવામાં આવે છે. જોકે આમાં ઘણો ધુમાડો થાય છે અને સમય પણ વધુ લે છે, આ પરંપરાગત પદ્ધતિ હજુ પણ કટોકટી દરમિયાન ઘણા ઘરોમાં જીવનરેખા બની શકે છે. આ ઉપરાંત કોલસાની સગડીનો પણ આવી જ રીતે ઉપયોગ કરી શકાય છે.

રસોઈના આ વિકલ્પો કટોકટીમાં આપશે રાહત

વૈશ્વિક તણાવ અને ઉર્જા કટોકટીને કારણે ગેસ અને ઇંધણના ભાવમાં વધારો એ કોઈ નવી વાત નથી. જો ભવિષ્યમાં ગેસ પુરવઠા પર અસર પડે છે, તો લોકોને વૈકલ્પિક પદ્ધતિઓની જરૂર પડી શકે છે. ઇન્ડક્શન સ્ટવ, માઇક્રોવેવ અને ઇલેક્ટ્રિક કીટલી જેવા આધુનિક ઉપકરણોથી લઈને લાકડાના, કેરોસીનના ચૂલા જેવી પરંપરાગત પદ્ધતિઓ ઉપયોગ કરી શકાય છે.

LPG સિલિંડર ઝડપથી બુક કરાવવું છે ? જાણો 4 એવી રીત જેના દ્વારા તરત જ થઈ જશે ગેસ બુકિંગ, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">