AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગેસ સિલિન્ડર ના મળતાં હોટેલ માલિક મજબૂર, લાકડા ભેગા કરી ચૂલા પર બનાવી રસોઈ

ગાંધીનગર વિસ્તારમાં આવેલું સેન્ક્ચ્યુરી હોટેલ (Sanctuary Hotel) ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડતા હવે રસોઈ બનાવવા માટે લાકડાના ચૂલ્હાનો ઉપયોગ કરી રહ્યું છે. રેસ કોર્સ નજીક આવેલું આ 3 સ્ટાર હોટેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પરંપરાગત રીતે લાકડાથી રસોઈ બનાવવાની વ્યવસ્થા કરી રહ્યું છે.

Viral Video: ગેસ સિલિન્ડર ના મળતાં હોટેલ માલિક મજબૂર, લાકડા ભેગા કરી ચૂલા પર બનાવી રસોઈ
viral video
| Updated on: Mar 10, 2026 | 4:02 PM
Share

બેંગલુરુમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. ત્યારે બેંગલુરુના ગાંધીનગર વિસ્તારમાં આવેલું સેન્ક્ચ્યુરી હોટેલ (Sanctuary Hotel) ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડતા હવે રસોઈ બનાવવા માટે લાકડાના ચૂલાનો ઉપયોગ કરી રહ્યું છે. રેસ કોર્સ નજીક આવેલું આ 3 સ્ટાર હોટેલ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પરંપરાગત રીતે લાકડાથી રસોઈ બનાવવાની વ્યવસ્થા કરી રહ્યું છે.

હોટલમાં સિલિન્ડરના મળતા ચૂલા પર બનાયુ જમવાનું

હોટેલના સ્ટાફ મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર મળતા નથી, જેના કારણે રસોડામાં કામગીરી ચલાવવી મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિમાં ગ્રાહકોને સેવા આપતા રહેવા માટે હોટેલે તાત્કાલિક વિકલ્પ તરીકે લાકડાના ચૂલ્હાનો સહારો લીધો છે. સ્ટાફ લાકડાની આગ પર ભોજન તૈયાર કરી રહ્યા છે જેથી હોટેલ સંપૂર્ણ રીતે બંધ ન કરવી પડે.

પરિસ્થિતિને પહોંચી વળવા હવે અપનાવી દેશી રીત

હોટેલ મેનેજમેન્ટે પ્રવેશદ્વાર પર પોસ્ટર લગાવીને ગ્રાહકોને જાણ કરી છે કે ગેસની અછતને કારણે હાલ મેનુમાં દર્શાવેલી તમામ વાનગીઓ ઉપલબ્ધ નહીં હોય. પોસ્ટરમાં ગ્રાહકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે અને પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી સમજ દાખવવા વિનંતી કરવામાં આવી છે. હોટેલના સ્ટાફે જણાવ્યું કે ગેસ સિલિન્ડરની અછતને કારણે તેઓ મેનુમાં દર્શાવેલી તમામ વાનગીઓ હાલ ગ્રાહકોને આપી શકતા નથી. આ અંગે હોટેલ તરફથી ગ્રાહકોને સમજ આપવા માટે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

ડિલિવરી સર્વિસ પર પણ પડી રહી અસર

હોટેલ સંચાલકોનું કહેવું છે કે જો ગેસ સિલિન્ડરની અછત જલ્દી દૂર નહીં થાય તો ઘણા હોટેલ અને નાના રેસ્ટોરન્ટ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની શકે છે. આ સ્થિતિ લાંબી ચાલે તો હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા કર્મચારીઓ અને ડિલિવરી સર્વિસ પર પણ તેની અસર પડી શકે છે.

કોમર્શિયલ ગેસ સંકટ! રેસ્ટોરાં બંધ થાય તો Swiggy અને Zomato ડિલિવરી બોયનું શું થશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">