AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ઈરાનમાં ટ્રમ્પનો દાંવ ઉંધો પડ્યો, હવે અમેરિકાને ભારે પડી રહ્યુ છે આ યુદ્ધ… માત્ર 48 કલાકમાં ટ્રમ્પના 51 400 કરોડનો થયો ધુમાડો

ટ્રમ્પ પ્રશાસન જે ઈરાદા સાથે ઈરાન સામેના યુદ્ધમાં ઉતર્યું હતું, તે અત્યારે ભારે આર્થિક અને વ્યુહાત્મક દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે. સ્ત્રોતો અનુસાર, અમેરિકાના શરૂઆતી દાવાઓ અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે અમેરિકાની ભાવિ રણનીતિ પર સવાલો ઉભા થયા છે. 

શું ઈરાનમાં ટ્રમ્પનો દાંવ ઉંધો પડ્યો, હવે અમેરિકાને ભારે પડી રહ્યુ છે આ યુદ્ધ… માત્ર 48 કલાકમાં ટ્રમ્પના 51 400 કરોડનો થયો ધુમાડો
| Updated on: Mar 10, 2026 | 8:21 PM
Share

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ એક એવા વળાંક પર આવી ગયો છે જ્યાં લશ્કરી તાકાત કરતા આર્થિક પાસું વધુ નિર્ણાયક બની રહ્યું છે. સ્ત્રોતો અનુસાર, ઈરાન સાથે છેડેલું આ યુદ્ધ અમેરિકા માટે માત્ર વ્યૂહાત્મક રીતે જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ એક અત્યંત મોંઘી ભૂલ સાબિત થઈ રહ્યું છે.

પેન્ટાગોનના અહેવાલો અને આંકડાઓ દર્શાવે છે કે આ યુદ્ધના પ્રારંભિક તબક્કામાં જ અમેરિકાને એટલો મોટો આર્થિક ફટકો પડ્યો છે કે જેની કલ્પના કદાચ અમેરિકી વહીવટીતંત્રે પણ કરી નહીં હોય. બીજુ એ કે ઈરાન આ પ્રકારે રિટેલિએટ કરશે તેની પણ અમેરિકાએ કદાચ કલ્પના નહીં કરી હોય.

બે દિવસમાં જ 51,000 કરોડનો ધુમાડો

અમેરિકાને યુદ્ધની શરૂઆતના 48 કલાકમાં જ 51000 કરોડનો ફટકો લાગ્યો છે. અમેરિકી સંસદ (કોંગ્રેસ) માં રજૂ કરવામાં આવેલા પેન્ટાગોનના અંદાજ મુજબ, ઈરાન પર કરવામાં આવેલા હુમલાના શરૂઆતના માત્ર બે દિવસમાં જ અમેરિકી સેનાએ લગભગ 5.6 અબજ ડોલર (આશરે 51,400 કરોડ રૂપિયા) ના હથિયારો અને ગોળા-બારૂદ ખર્ચી નાખ્યા છે. આ આંકડો સ્તબ્ધ કરી દે તેવો છે કારણ કે તે માત્ર હથિયારોનો ખર્ચ છે.

આ અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ 5.6 અબજ ડોલરમાં સૈનિકોની તૈનાતી, યુદ્ધ વિમાનો અને નૌકાદળના કાફલાના જાળવણી કે અન્ય ઓપરેશનલ ખર્ચાઓનો સમાવેશ થતો નથી. જો આ તમામ ખર્ચાઓ ઉમેરવામાં આવે, તો આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે. આટલી ટૂંકી અવધિમાં આટલો મોટો ખર્ચ એ સૂચવે છે કે અમેરિકા ઈરાન સામે કેટલું ભીષણ લશ્કરી અભિયાન ચલાવી રહ્યું છે અને તે કેટલી ઝડપથી તેના આર્થિક સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યું છે.

સાંસદોમાં ફેલાયેલી ચિંતા અને સંસાધનોની અછત

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આ આંકડાઓ સામે આવ્યા બાદ અમેરિકી સાંસદોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે અમેરિકા આટલું ખર્ચાળ લશ્કરી અભિયાન કેટલા સમય સુધી ચાલુ રાખી શકશે? કેટલાક સાંસદોને એવી પણ ભીતિ છે કે અમેરિકી સેના તેના અત્યાધુનિક હથિયારોનો મર્યાદિત ભંડાર ખૂબ જ ઝડપથી ખતમ કરી રહી છે.

હાલની સ્થિતિમાં ટ્રમ્પ વહીવટીતંત્ર આ મિશનને ચાલુ રાખવા માટે વધારાના ભંડોળ ની માંગણી કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાન પર અત્યાર સુધીમાં હજારો હુમલા કરવામાં આવ્યા છે અને હુમલાઓની આ તીવ્રતાને જોતા કેપિટલ હિલમાં એવા ભયના વાદળો ઘેરાયા છે કે ઉચ્ચ સ્તરના હથિયારોનો સ્ટોક ગમે ત્યારે તળિયે જઈ શકે છે.

વ્યૂહાત્મક જોખમ અને વૈશ્વિક અસરો

આ યુદ્ધની અસર માત્ર મિડલ ઈસ્ટ પૂરતી મર્યાદિત નથી. સ્ત્રોતો જણાવે છે કે ઈરાન સાથેના સંઘર્ષને લંબાવવો અમેરિકા માટે વ્યૂહાત્મક જોખમ પણ ઉભું કરી રહ્યું છે, અમેરિકા પહેલેથી જ યુક્રેનને હથિયારો પુરા પાડવામાં અને એશિયામાં પોતાની લશ્કરી હાજરી જાળવી રાખવામાં વ્યસ્ત છે. હવે ઈરાન યુદ્ધ માટે અમેરિકાએ અન્ય વિસ્તારોમાંથી સંસાધનો ડાયવર્ટ કરવા પડ્યા છે. દાખલા તરીકે, દક્ષિણ કોરિયામાંથી ‘થાડ’ (THAAD) મિસાઇલ સંરક્ષણ પ્રણાલીના ભાગો મધ્ય પૂર્વમાં મોકલવામાં આવ્યા છે.

સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે એર ડિફેન્સ સિસ્ટમ્સને આ રીતે અન્ય સ્થળોએ ખસેડવાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને યુક્રેનમાં અમેરિકાની સજ્જતા નબળી પડી શકે છે. નિષ્ણાત માર્ક કેન્સિયને ચેતવણી આપી છે કે જેટલા વધુ થાડ અને પેટ્રિઅટ મિસાઇલ્સ અહીં વપરાશે, તેટલું જ જોખમ અન્ય મોરચાઓ પર વધશે.

અમેરિકાને પડી રહ્યો છે બેવડો આર્થિક માર

અમેરિકા માટે આ યુદ્ધ આર્થિક રીતે ‘ભૂલ’ સાબિત થઈ રહ્યું છે કારણ કે ઈરાને આ યુદ્ધને ગ્લોબલ બનાવી દીધું છે. પેન્ટાગોન દ્વારા ઈરાની ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ હુમલાઓથી બચવા માટે જે ‘પેટ્રિઅટ ઈન્ટરસેપ્ટર મિસાઈલો’ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તે અત્યંત મોંઘા છે. એક તરફ અમેરિકામાં આર્થિક મોરચે દબાણ વધી રહ્યું છે અને બીજી તરફ મોંઘા હથિયારોનો વપરાશ રોજેરોજ વધી રહ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્ર ભલે આ યુદ્ધને ઝડપથી ખતમ કરવાની વાતો કરતું હોય, પરંતુ જમીની હકીકત અને આર્થિક આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. ઈરાને પણ સંકેત આપ્યો છે કે તે આ જંગમાં પાછળ હટવા તૈયાર નથી, જેનો અર્થ છે કે અમેરિકાએ હજુ લાંબા સમય સુધી આ આર્થિક બોજ સહન કરવો પડી શકે છે

ઈરાન સાથેનું યુદ્ધ અમેરિકા માટે એક અત્યંત ખર્ચાળ સોદો સાબિત થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે પોતાની પકડ જાળવી રાખવા માટે અમેરિકા જે રીતે અન્ય ક્ષેત્રોમાંથી સંસાધનો હટાવી રહ્યું છે, તે જોતા એમ કહી શકાય કે આ યુદ્ધ અમેરિકાની સૌથી મોટી આર્થિક અને વ્યુહાત્મક ભૂલ હોઈ શકે છે. અમેરિકા અત્યારે ઈરાન સામે યુદ્ધ લડી રહ્યું છે, પરંતુ તેની આર્થિક કિંમત આખા દેશના ભવિષ્યને અસર કરી શકે છે.

ટ્રમ્પ પ્રશાસન જે ઈરાદા સાથે ઈરાન સામેના યુદ્ધમાં ઉતર્યું હતું, તે અત્યારે ભારે આર્થિક અને વ્યુહાત્મક દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે. સ્ત્રોતો અનુસાર, અમેરિકાના શરૂઆતી દાવાઓ અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે અમેરિકાની ભાવિ રણનીતિ પર સવાલો ઉભા થયા છે.

 યુદ્ધની ભીષણતા વચ્ચે એવા સંકેતો પણ મળ્યા છે કે ટ્રમ્પ ઈરાન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.  એક તરફ હુમલાઓ ચાલુ છે અને બીજી તરફ વાતચીતનો ઈશારો એ સૂચવે છે કે અમેરિકા આ સંઘર્ષને જલ્દી ખતમ કરવાના રસ્તા શોધી રહ્યું છે.  બીજી તરફ ઈરાને આ યુદ્ધને ગ્લોબલ બનાવી દીધું છે, જેના કારણે અમેરિકા માટે સત્તા પરિવર્તનનો દાવો પૂરો કરવો મુશ્કેલ બની રહ્યો છે. હવે અમેરિકાએ આર્થિક પાયમાલી બચાવવા અને લશ્કરી સંસાધનોના સંતુલન વચ્ચે રસ્તો કાઢવો પડશે. 

શું ઈરાનની સૈન્ય તાકાતને ખતમ કરી શકશે ટ્રમ્પ?

ટ્રમ્પ અને તેની ટીમે અનેકવાર ઈરાનની સૈન્ય ક્ષમતાઓ, તેની બેલેસ્ટિક મિસાઈલો અને તેને બનાવનારી સુવિધાઓ અને તેની નૈસેનાને સંપૂર્ણ રીતે તબાહ કરવાનો દાવો કર્યો છે. છતા ઈરાની મિસાઈલ દ્વારા હુમલા જારી છે. ઈરાન પાસે કેટલી મિસાઈલો બચી છે તેની જાણકારી તો નથી પરંતુ નૌસેનાને ઘણુ નુકસાન પહોંચ્યુ છે. દોહા ઈસ્ટીટ્યુટ ફોર ગ્રેજ્યુએટ સ્ટડીઝમં ઈન્ટરનેશનલ પોલિટિક્સ એન્ડ સિક્યોરિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મુહનાદ સેલુમે અલજજીરાને કહ્યુ છે, અમેરિકા આકાશથી તો ઈરાની સૈન્ય હાર્ડવેરને ખતમ કરી શકે છે પરંતુ જમીન પર સત્તા પરિવર્તન તો એ નહીં કરી શકે.  બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે મોજતબા ખામેનેઈના નેતૃત્વવાળી લીડરશિપને પણ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. જેના પર તહેરાને સ્પષ્ટ કહ્યુ છે કે કોઈ સરેન્ડર નહીં. કોઈ બોંમ્બારી વચ્ચે વાતચીત નહીં અને કોઈ બહારની લીડરશીપ નહીં. એટલે કે ઈરાને અમેરિકાની રિમોટ કંટ્રોલ લીડરશિપને સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો છે.

હવે ટ્રમ્પ પાસે શું વિકલ્પ બચ્યો છે?

ટ્રમ્પ પ્રશાસને વધુ એક વિકલ્પ પર વિચાર કર્યો છે અને તે છે ઈરાની સેના પર કુર્દો દ્વારા એટેક, અમેરિકાના ઈરાકમાં કુર્દ ફોર્સ સાથે ઘણા સારા સંબંધો ચે. કુર્દ લીડર્સે ટ્રમ્પ સાથે વાતચીતની પુષ્ટિ કરી છે. પરંતુ ઈરાન યુદ્ધમાં જો કુર્દની એન્ટ્રી થઈ તો આ યુદ્ધ વધુ વણસી જશે. જેનાથી તણાવ વધુ ઘેરો બનશે. આ ઉપરાંત કુર્દ જો યુદ્ધમાં ઉતરશે તો તેમને અમેરિકા દ્વારા મદદ આપવામાં આવશે, તેનાથી તુર્કીયને નુકસાન થશે.

એવામાં ટ્રમ્પ પ્રશાસન પાસે જમીની હુમલો કરવો અત્યંત જોખમી વિકલ્પ બચે છે.  પરંતુ જો ટ્રમ્પના દિમાગમાં ઈરાક અને અફઘાનિસ્તાન હશે તો તે આવી ભૂલ ક્યારેય કરવાનું વિચારશે નહીં. આવુ કરવાથી તેનો ત્રણ વર્ષનો જે કાર્યકાળ બચેલો છે તે યુદ્ધમાં જ નીકળી જશે.

જોકે, નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ ગમે ત્યારે પોતાનો નિર્ણય બદલી શકે છે, અને તેઓ આ બાબતે વ્યવહારિક અભિગમ બતાવતા જોવા મળી રહ્યા છે. તેમના સ્વભાવ મુજબ તેઓ અચાનક અમેરિકાને વિજેતા જાહેર કરી શકે છે અને યુદ્ધનો અંત લાવી શકે છે, ભલે તેમણે ઈરાનમાં ભારે વિનાશ વેર્યો હોવા છતાં અને કંઈ હાંસલ ન થયુ હોય. એટલા માટે ટ્રમ્પ હવે ફરીથી એક ડીલ વિશે વાત કરી રહ્યા છે અને “ફરીથી વિજય સ્થાપિત કરી શકે છે”. તેઓ કહી શકે છે કે ખામેની માર્યા ગયા છે, ઈરાનની સેનાનો નાશ થઈ ગયો છે, તેનો પરમાણુ કાર્યક્રમ નાશ પામ્યો છે, અને તેથી અમેરિકાએ તેના બધા ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે, અને હવે યુદ્ધનો અંત આવી રહ્યો છે. પરંતુ શું આ ખરેખર ટ્રમ્પ જે રીતે વિચારી રહ્યા છે તે રીતે થશે તે ભવિષ્યની વાત છે.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
g clip-path="url(#clip0_868_265)">