AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારમાં ખાલી પેટ પાણી પીવાના ફાયદા, સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી?

સવારમાં ખાલી પેટ પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે, જે શરીરને તાજગી અને ઊર્જા આપવા સાથે પાચનતંત્રને પણ સુધારે છે.

સવારમાં ખાલી પેટ પાણી પીવાના ફાયદા, સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી?
Image Credit source: social media
| Updated on: Mar 10, 2026 | 5:54 PM
Share

આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સવારે ખાલી પેટ પાણી પીવું શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણા લોકો દિવસની શરૂઆત ચા અને કોફી થી કરે છે, પરંતુ નિષ્ણાંતો કહે છે કે સૌથી પેહલા પાણી પીવું વધુ લાભદાયી છે. આપણા શરીરનો લગભગ 70 ટકા ભાગ પાણીથી બનેલો છે. પાણી શરીરને હાઈડ્રેટ રાખે છે અને શરીરના વિવિધ અંગોને યોગ્ય રીતે કાર્ય કરવા માટે મદદરૂપ બને છે. ખાલી પેટે પાણી પીવાથી ચયાપચયની પ્રક્રિયાને વેગ મળે છે. તે તમારા ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

પાચનતંત્ર માટે ફાયદાકારક

સવારમાં પાણી પીવાથી પાચનતંત્ર સારી રીતે કાર્ય કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને પેટને સ્વચ્છ રાખે છે. તમારા શરીરમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ઝેર ફ્લશ કરે છે, તમે જેટલું પાણી પીશો એટલું જ તમે બાથરૂમમાં જશો, આ રીતે તમે તમારા શરીરને શુદ્ધ અને ડિટોક્સિફાઈ કરો છો. તે બળતરા અટકાવે છે. ઘણા લોકોમાં કબજીયાતની સમસ્યા પણ પાણી પીવાથી ઘટી શકે છે.

શરીરમાં ઊર્જા વધે છે

રાત્રે લાંબા સમય સુધી ઊંગ્યા પછી શરીરમાં પાણીની અછત થઈ શકે છે. સવારમાં પાણી પીવાથી શરીરને તાજગી મળે છે અને દિવસની શરૂઆત વધુ ઊર્જાવાન બની શકે છે. આ આદત શરીરની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ બને છે. ઉપરાંત ખાલી પેટે નિયમિત પાણી પીવાની ટેવ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ તમને ચેપ સામે લડવામાં મદદ કરી શકે છે અને તે આરોગ્ય સુધારવાનું કાર્ય કરે છે.

ત્વચા અને સ્વાસ્થ્ય માટે લાભદાયી

નિયમિત રીતે દિવસની શરૂઆત પાણી પીને કરવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. શરીરમાં પૂરતું પાણી રહેતાં ત્વચા વધુ તાજી અને સ્વસ્થ દેખાય છે. ચમકતી ત્વચા મેળવવા માટે પુષ્કળ પાણી પીવું એ સૌથી સહેલો રસ્તો છે. ફોલ્લીઓ અથવા પીંપલ સામાન્ય રીતે શરીરમાં ઝેર એકઠા થવાને કારણે થાય છે. પાણી શરીરમાંથી ઝેર દૂર કરવામાં મદદ કરી શકે છે. તે તમારી ત્વચા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં મેટાબોલિઝમ પણ સુધરે છે.

આ રીતે જોવામાં આવે તો સવારમાં ખાલી પેટે પાણી પીવાની આદત સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. સરળ અને સ્વસ્થ આદત અપનાવવાથી શરીર વધુ તંદુરસ્ત અને સક્રિય રહે છે.

Electricity Bills in Summer : કેટલા ટનનું AC લગાવવું જોઈએ? એક દમ ઓછું આવશે વીજળી બિલ, જાણવા માટે અહી ક્લિક કરો.

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">