AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ICC એ સ્ટાર ભારતીય ખેલાડીને ફટકારી સજા, ફાઈનલમાં વિરોધી ટીમના ખેલાડી સાથે કરેલી હરકત ભારે પડી

T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચ દરમિયાન ન્યુઝીલેન્ડના ખેલાડી સાથે કરેલી હરકત ભારતના સ્ટાર ફાસ્ટ બોલરને ભારે પડી છે. હવે ICC એ આ ખેલાડીને સજા ફટકારી છે. ICC આચારસંહિતાની કલમ 2.9 ના ભંગ બદલ આ સજા મળી છે.

Breaking News: ICC એ સ્ટાર ભારતીય ખેલાડીને ફટકારી સજા, ફાઈનલમાં વિરોધી ટીમના ખેલાડી સાથે કરેલી હરકત ભારે પડી
Arshdeep & MitchellImage Credit source: X
| Updated on: Mar 10, 2026 | 5:58 PM
Share

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મહત્વપૂર્ણ મુકાબલા દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર અર્શદીપ સિંહ એક ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો. મેચ દરમિયાન ન્યુઝીલેન્ડના બેટ્સમેન ડેરિલ મિશેલ તરફ આક્રમક રીતે બોલ ફેંકવાના કારણે ICC એ તેમને સજા કરી છે.

ફાઈનલમાં બની ઘટના

ICC દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર અર્શદીપ સિંહે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે લાગુ ICC આચારસંહિતાની કલમ 2.9 નો ભંગ કર્યો હતો. આ કલમ અનુસાર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ ખેલાડી તરફ અથવા તેની નજીક બોલ અથવા ક્રિકેટ સાધન ફેંકવું નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાય છે.

અર્શદીપે મિશેલ તરફ બોલ થ્રો કર્યો

આ ઘટના ન્યુઝીલેન્ડની રનચેઝ દરમિયાન 11 મી ઓવરમાં બની હતી. અર્શદીપ આ ઓવર કરી રહ્યો હતો, તેણે મિશેલ તરફ બોલ ફેંક્યો અને મિશેલે સીધો શોટ રમ્યો અને અર્શદીપે બોલ અટકાવ્યો અને પછી સીધો મિશેલ તરફ થ્રો કર્યો, જે સીધો ડેરિલ મિશેલના પેડ્સ પર વાગ્યો હતો. આ ઘટનાના કારણે મિશેલ થોડો ગુસ્સે થયો અને મેદાન પર થોડો તણાવ સર્જાયો હતો.

બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ

થોડા સમય માટે બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને તણાવનું વાતાવરણ સર્જાયું હતું. જોકે, બાદમાં અર્શદીપ સિંહે પોતાની ભૂલ સ્વીકારીને મિશેલ પાસે માફી માંગી હતી. મેચ પૂર્ણ થયા પછી બંને ખેલાડીઓ વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને મામલો શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો.

અર્શદીપ સિંહને મેચ ફીના 15 ટકા દંડ

ICC એ આ ઘટનાને લેવલ 1 નો ભંગ ગણાવ્યો છે. તેના આધારે અર્શદીપ સિંહ પર તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત તેના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં અર્શદીપનો આ પહેલો ગુનો છે.

અર્શદીપ સિંહે ભૂલ સ્વીકારી

ઓન-ફિલ્ડ અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ તેમજ થર્ડ અમ્પાયર અલ્લાહુદ્દીન પાલેકર અને ફોર્થ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોક દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યો હતો. ICC એલિટ પેનલના મેચ રેફરી દ્વારા આપવામાં આવેલી સજા અર્શદીપ સિંહે સ્વીકારી લેતા આ મામલે કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી.

પિતાના અવસાન પછી રિંકુ સિંહ T20 વર્લ્ડ કપ રમવા કેમ ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો ? પોતે કર્યો ખુલાસો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">