8 લાખ પડાવવા વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પદ્મીનીબા વાળા સહીત 4ની ધરપકડ, મુખ્ય મહિલા આરોપી ફરાર
Gondal Crime News : રાજકોટ જિલ્લાના ગોંડલના એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવવા માટે હનીટ્રેપમાં ફસાવવાનો કારસો રચવાના કેસમાં ગોંડલ પોલીસે, ક્ષત્રિય મહિલા નેતા પદ્મીનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય બે વ્યક્તિ સહીત કૂલ ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેની નોંધાયેલ ફરિયાદ અનુસાર, બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ, પદ્મીનીબા વાળા, હનીટ્રેપ કરનાર તેજલ છૈયા, પદ્મિનીબા વાળાનો પુત્ર સત્યજીતસિહ ગીરીરાજસિહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
કેસમાં ઉલ્લેખ કરાયા મુજબ, તેજલ છૈયા નામની યુવતી દ્વારા 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને મોબાઈલ વીડિયો કોલ કરીને કપડા કાઢીને, રુપિયા પડાવવા પોતાની હનીટ્રેપમા ફસાવવામાં આવ્યો હતો. હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા આઠ લાખની માંગણી કરવામાં આવી હતી. રૂપિયાની માંગણીની સાથોસાથ મકાન પચાવી પાડવાની, અને મારી નાખવાની ધમકી અપાઈ હતી તેમ જણાવવામાં આવ્યું છે.
ગોંડલ હનીટ્રેપની ઘટનામાં ગોંડલ પોલીસે, આજે પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. જો કે હનીટ્રેપના આ ચર્ચાસ્પદ કેસની મુખ્ય આરોપી એવી તેજલ છૈયા નામની યુવતી હજૂ પણ પોલીસ પકડથી દૂર છે. ગોંડલના રમેશભાઈ નામના વૃદ્ધ વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. 8 લાખ પડાવવા માટે આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
રાજકોટની તેજલ છૈયા, પદ્મીનીબા વાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે ગોંડલ બી’ ડીવીઝન માં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગોંડલ બી’ ડીવીઝનના ઈન્ચાર્જ પીઆઇ. ડામોરે તપાસ હાથ ધરી હતી. જેના અંતે પદ્મિનીબા વાળા તેના પુત્ર સત્યજીતસિહ ગીરીરાજસિહ વાળા, શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. આ ઘટનાની મુખ્ય આરોપી તેજલ છૈયા ફરાર થઈ ગઈ છે જેને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.
કોણ છે પદ્મીનીબા વાળા
લોકસભાની ચૂંટણી સમયે રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય વિશે કરેલા નિવેદન બાદ, સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલા ક્ષત્રિય આંદોલનમાં પદ્મીનીબા વાળા મહિલા આંદોલનકારી નેતાનો ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. આંદોલન શાંત થયા બાદ, પદ્મીનીબાનો એક વીડિયો તેમના પતિ સાથેના વિવાદનો પણ ખૂબ વાયરલ થયો હતો. છેલ્લા ઘણા સમય બાદ પદ્મીનીબા વાળા વધુ એક વિવાદમાં આવ્યા છે.