આ સુરતના ડુમ્મસ બીચના રુંવાડા ઉભા કરી દે તેવા CCTVને.આ વીડિયોમાં જુઓ કેવી બેફામ રીતે ટેમ્પોચાલક ટેમ્પો હંકારી રહ્યો છે,આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો કે આ ટેમ્પો ચાલકને હવે કેટલા વધુ પ્રમાણમાં પોલીસની સર્વિસની જરૂર છે.ડુમ્મસના દરિયાકિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ વચ્ચે ગફલતભરી રીતે ટેમ્પો હંકાર્યો.લોકોએ આ ટેમ્પોચાલકને સમજાવ્યો છતાં તે સમજ્યો નહીં અને બીચ પર ઉપસ્થિત લોકોની વચ્ચે ફરી ટેમ્પો દોડાવ્યો હતો.આ રૂંવાડા ઉભા કરી દે તેવો આ વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે તાત્કાલિક એક્શન લઈ ટેમ્પો ચાલકને ઝડપી પડ્યો અને લોકો સમક્ષ ટેમ્પોચાલકે માફી પણ માગી.આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસના સકંજામાં રહેલો ટેમ્પોાચાલક લોકો સમક્ષ કાન પકડીને માફી માગી રહ્યો છે.પોલીસે બરોબરની શાન ઠેકાણે લાવી છે