પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહેનાર 42 વર્ષીય અભિનેત્રીનો આવો છે પરિવાર
ત્રિશા કૃષ્ણન, સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.2000માં તે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વિડીયો મેરી ચુનાર ઉડ ઉડ જાયેમાં આયેશા ટાકિયા સાથે જોવા મળી હતી. તો આશે ત્રિશા કૃષ્ણનના પરિવાર વિશે વાત કરીએ.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

પોતાના ચાર્મ અને અભિનયથી બધાને મોહિત કરનારી ત્રિશા કૃષ્ણનનો જન્મ તમિલનાડુના ચેન્નાઈમાં થયો હતો. ત્રિશાએ 17 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તો આજે આપણે ત્રિશાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

સાઉથની ફેમસ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ફરી એકવાર પોતાની ફિલ્મો કરતાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. બે દાયકાથી વધુ સમયથી તમિલ અને તેલુગુ સિનેમામાં એક્ટિવ ત્રિશાએ પોતાના અભિનયથી ઘણી ખ્યાતિ મેળવી છે,

આવો છે ત્રિશા કૃષ્ણનનો પરિવાર

ત્રિશા કૃષ્ણનનો જન્મ 4 મે 1983ના રોજ તમિલનાડુના મદ્રાસમાં કૃષ્ણન ઐયર અને ઉમા ઐયરને ત્યાં તમિલ પલક્કડ ઐયર પરિવારમાં થયો હતો.ત્રિશા તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહી છે.

ત્રિશા કૃષ્ણનએ ચેન્નાઈના ચર્ચ પાર્કમાં સેક્રેડ હાર્ટ મેટ્રિક્યુલેશન સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું અને બાદમાં ચેન્નાઈની એથિરાજ કોલેજ ફોર વુમનમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) કોર્સ કર્યો હતો.

તેમણે મોડેલિંગમાં ઝંપલાવ્યું અને અનેક પ્રિન્ટ અને ટેલિવિઝન જાહેરાતોમાં જોવા મળી છે. 1999માં તેમણે "મિસ સેલેમ" બ્યુટી પ્રેઝેન્ટ અને પાછળથી તે જ વર્ષે, મિસ ચેન્નાઈ સ્પર્ધા જીતી. તેમણે મિસ ઈન્ડિયા 2001નો "બ્યુટીફુલ સ્માઇલ" એવોર્ડ પણ જીત્યો છે.

ત્રિશા શરૂઆતમાં ક્રિમિનલ સાઈકોલોજિસ્ટ બનવાની ઈચ્છા રાખતી હતી, અને અભિનય કરવાનો વિચાર કરતી ન હતી, કારણ કે, તે પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી.

2000માં તેમણે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વિડીયો મેરી ચુનાર ઉડ ઉડ જાયેમાં આયેશા ટાકિયા સાથે જોવા મળી હતી.

બાદમાં ભારતીય ફિલ્મ દિગ્દર્શક પ્રિયદર્શન દ્વારા તમિલ ફિલ્મ લેસા લેસા (2003) માં અભિનયની ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો,

જે અભિનેત્રી તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત હતી.કોલેજમાં તેનું શૂટિંગ શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હતું, જેના કારણે તેના માટે તેનું શિક્ષણ ચાલુ રાખવું મુશ્કેલ બન્યું હતુ.

2015માં ત્રિશાએ ઉદ્યોગપતિ વરુણ મનિયન સાથે સગાઈ કરી હતી, પરંતુ થોડા મહિનામાં જ તેમનો સંબંધ તૂટી ગયો. એવું કહેવાય છે કે ત્રિશા લગ્ન પછી પણ અભિનય ચાલુ રાખવા માંગતી હતી, પરંતુ બંને વચ્ચે આ બાબતે મતભેદ હતા. પરિણામે, સગાઈ તુટી હતી, અને ત્રિશા તેના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરતી રહી.

ત્રિશાનું નામ તે સાઉથ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે જેમણે બોલિવૂડ તેમજ સાઉથની ફિલ્મોમાં પોતાનું નામ બનાવ્યું છે.

તમિલ સિનેમામાં કામ કર્યા પછી, ત્રિશાએ 2004 માં તેલુગુ ફિલ્મો તરફ વળી.

તેમની ફિલ્મ "વર્શમ" પણ સુપરહિટ રહી. સાઉથ સિનેમામાં પોતાને સ્થાપિત કર્યા પછી, ત્રિશાએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો. તેમણે અક્ષય કુમાર સાથે ફિલ્મ "ખટ્ટા મીઠા" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

લવ અફેરની વાત કરીએ તો, ત્રિશા તેના અફેર્સને લઈને ઘણી વખત ચર્ચામાં રહી છે.

ત્રિશાની કરિયરની શરુઆત ફાલગુની પાઠકના ગીતથી થઈ હતી
