પહેલા મેસેજ કરતી.. Hi, How are You, અને પછી આવી રીતે શરૂ થતો હનીટ્રેપ કાંડ, જુઓ Video
જામકંડોરણા પોલીસે હનીટ્રેપ દ્વારા ખંડણી ઉઘરાવતી ગેંગના 7 સભ્યો (2 મહિલા સહિત) ને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયાથી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિશાન બનાવી, ખોટા બળાત્કારના કેસમાં ફસાવી પૈસા પડાવતા હતા.
જામકંડોરણામાં હનીટ્રેપથી રૂપિયા પડાવતી ગેંગના મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. જામકંડોરણા પોલીસે 12 ડિસેમ્બરના રોજ હનીટ્રેપ કરતી ટોળકીને ઝડપી પાડી હતી. ફરિયાદના આધારે, ચાર મહિલા અને પુરુષ સહિત કુલ સાત આરોપીઓને સકંજામાં લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં પણ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક તપાસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ સોશિયલ મીડિયા પરથી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો સંપર્ક નંબર મેળવતા હતા. ત્યારબાદ તે વ્યક્તિના રહેવાસ અને અન્ય માહિતી મેળવવા માટે રેકી કરાતી હતી. ત્યારબાદ, મહિલાઓ પહેલા મેસેજ અને પછી કોલ કરીને પોતાના શિકારને ફસાવતા હતા.
ભોગ બનનારાઓને માર મારવામાં આવતો અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવતી. આ રીતે રૂપિયા પડાવવાનો સમગ્ર કારસો રચવામાં આવતો. આરોપીઓના CDRની તપાસ દરમિયાન અનેક લોકો ભોગ બન્યા હોવાનું ખુલાસો થયો છે, પરંતુ પ્રતિષ્ઠાનો ડર હોવાથી ઘણીવાર લોકો ફરિયાદ કરવાનું ટાળતા રહ્યા છે. પોલીસના વચન મુજબ, ભોગ બનનારાઓની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેઓને ફરિયાદ કરવા માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત સહિત આ રાજ્યો રણમાં ફેરવાય જશે ! જાણો એક ચુકાદાથી કેમ વધી ચિંતા
