બુરખાની આડમાં ચોરી કરતો યુવક ઝડપાયો! મહિલાઓની સુરક્ષા અને જાહેર જગ્યામાં પ્રાઈવસી અંગે ઊભા થયા ગંભીર પ્રશ્નો – જુઓ Video
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વાયરલ થયેલ વીડિયોથી લોકોના મનમાં સુરક્ષાને લઈને ઘણા સવાલો ઊભા થયા છે.
હાલમાં વાયરલ થયેલ આ વીડિયોથી સમાજમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ભીડભાડવાળા બજાર અથવા શેરીમાં લોકો એક વ્યક્તિને પકડે છે, જેણે મુસ્લિમ મહિલા જેવો બુરખો પહેર્યો હતો.
ભીડભાડવાળા બજારમાં મહિલાઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે ગંભીર સવાલ ઉભા કરતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ મુસ્લિમ મહિલાનો પરંપરાગત પોશાક એટલે કે બુરખો પહેરીને બજારમાં શંકાસ્પદ રીતે ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો અને કેટલાક યુવાનોને શંકા જતાં તેમણે આ યુવકને રોક્યો અને બુરખો નીચે ઉતારવા માટે કહ્યું હતું.
ભારે માથાકૂટ બાદ આ યુવકની ‘પોલ’ ખુલી અને વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે લોકો તે વ્યક્તિને ચહેરો બતાવવા માટે દબાણ કરે છે, ત્યારે તે સતત પોતાનો બચાવ કરવાનો અને ત્યાંથી છટકવાનો પ્રયાસ કરે છે. જો કે, લોકોએ હિંમત દાખવીને તેના ચહેરા પરથી બુરખો હટાવ્યો હતો.
બુરખો હટાવતા જ સૌના હોશ ઉડી ગયા હતા. બુરખાની અંદર કોઈ મહિલા નહીં પરંતુ એક પુખ્ત વયનો પુરુષ છુપાયેલો હતો. આ સત્ય સામે આવતા જ હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વાતાવરણ ગંભીર બની ગયું હતું.
વીડિયોના કેપ્શનમાં કટાક્ષ કરતા લખવામાં આવ્યું છે કે, “હવે કોઈ કંઈ નહીં બોલે ભાઈ, બુરખો ના હટાવો નહિતર પોલ ખૂલી જશે”. આ ઘટના સ્પષ્ટપણે સંકેત આપે છે કે, આવા તત્વો ઓળખ છુપાવવા અથવા ભીડમાં ચોરી કરવા જેવી પ્રવૃત્તિઓ આચરવા માટે ધાર્મિક પોશાકનો દુરુપયોગ કરી રહ્યા છે. એવામાં મહિલાઓની સુરક્ષા માટે આ એક ગંભીર ચેતવણી સમાન કિસ્સો છે.

