ગીર સોમનાથના કલેક્ટરે વરસિંગપુર ગામની મુલાકાતે પહોંચ્યા. અને આંગણવાડીની કામગીરી જોઈને થયા નારાજ. આંગણવાડીના CDPO પાસેથી બાળકો અને ધાત્રી માતાની આંકડાકીય માહિતી માગી, જેનો યોગ્ય જવાબ ન મળતા કલેક્ટરે ખખડાવતા કહ્યું કે, તમે શું અહીં ફરવા આવો છો? એટલું જ નહીં અહીંથી પ્રાથમિક શાળામાં પણ કલેક્ટર પહોંચ્યા અને વર્ગખંડની કાર્યવાહી જોઈ. બાળકો પાસે દાખલા ગણાવ્યા. તો મધ્યાહન ભોજન પણ ચાખ્યું. કલેક્ટરે ગામલોકોની સમસ્યાઓ સાંભળી હતી. અને સરકારી યોજનાનો લાભ મળે તે અંગે પણ જે-તે વિભાગના અધિકારીને સવાલ કર્યા. સ્થાનિકો પણ ગામની વિવિધ સમસ્યાઓથી કલેક્ટરને અવગત કર્યા હતા. સ્થાનિકોએ અધિકારીઓ સામે કલેક્ટરનો કડક અંદાજ પણ જોયો