બંગાળની ખાડીથી ભારતને ઉક્સાવવાનુ મોહમ્મદ યુનુસનું ષડયંત્ર… બાંગ્લાદેશનો ‘એન્ટી ઈન્ડિયા’ પ્લાનનો પર્દાફાશ- લઘુમતી હિંદુઓ પર સતત વધી રહ્યા છે હુમલા
બાંગ્લાદેશમાં હાદીની હત્યા બાદ સતત વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને કટ્ટરવાદીઓનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લામાં ભીડે ઈશનીંદાના આરોપમાં એક હિંદુ યુવકની નિર્દયતાથી હત્યા કરી દીધી. ઢાકા, ચટગાંવ અને ખુલનામાં હિન્દુ પરિવારોને ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી. આ ભારત માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે હિન્દુઓ બાંગ્લાદેશના સાંસ્કૃતિક વારસામાં ઊંડા મૂળ ધરાવે છે. ભારતે હિન્દુઓ પરના હુમલાઓનો વિરોધ કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશે તેને આંતરિક મામલો ગણાવ્યો.

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે. ગુરુવાર રાતથી રાજધાની ઢાકામાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગ્રેટર બાંગ્લાદેશનું સ્વપ્ન જોનારા કટ્ટરપંથી ઇસ્લામિક નેતા શરીફ ઉસ્માની હાદીના મોત બાદ લોકો આક્રોષિત છે. વિરોધ કરનારાઓમાં નવા રચાયેલા વિદ્યાર્થી પક્ષ ઇન્કિલાબી મોરચા, નેશનલ સિટીઝન્સ પાર્ટી અને જમાત-એ-ઇસ્લામીના સભ્યોનો સમાવેશ થાય છે. થોડા દિવસો પહેલા, હાદીએ ગ્રેટર બાંગ્લાદેશનો નવો નકશો બનાવ્યો હતો, જેમાં ભારતના ઉત્તરપૂર્વ, બંગાળ અને બિહાર પર કબજો કરવાની હાકલ કરવામાં આવી હતી.
12 ડિસેમ્બરના રોજ, શાહબાગ વિસ્તારમાં હાદીને બે માણસોએ ગોળી મારી હતી. જેમા વધુ સારવાર અર્થે સિંગાપોર ખસેડાયો હતો અને 17 તારીખે સિંગાપોરમાં તેનું મૃત્યુ થયું હતું. હાદીની હત્યામાં ભારતીય એજન્સીઓની સંડોવણી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
કોણ હતો ઉસ્માન હાદી?
શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશના એક મુખ્ય રાજકીય કાર્યકર્તા અને વિદ્યાર્થી નેતા હતો. તે ઈન્કલાબ મંચ (Inquilab Mancha)ના સંસ્થાપકોના સદસ્યોમાંથી એક અને સંયોજક હતો. વર્ષ 2024માં જુલાઈ-ઓગસ્ટમાં વિદ્રોહ (જેને જુલાઈ ક્રાંતિ પણ કહેવામાં આવે છે) માં તેની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ એજ શખ્સ હતો જેમણે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની અવામી લીગ સરકારનો તખ્તાપલટ કરાવી દીધો હતો.
હાદીએ ભારત- વિરોધી નિવેદનો માટે વધારે જાણીતો છે. તે બાંગ્લાદેશમાં ‘હેગેમોની’ (પ્રભુત્વ) થોપવામાં માનતો હતો. હાલમાં જ તેમણે ગ્રેટર બાંગ્લાદેશનો એક નક્શો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમા ભારતના કેટલાક પૂર્વોત્તર બાંગ્લાદેશમાં સામેલ કરીને બતાવવામાં આવ્યા હતા. જેનાથી મોટો વિવાદ થયો હતો.
તે આગામી ચૂંટણીમાં ઢાકા-8 સીટથી સ્વતંત્ર ઉમેદવારના રૂપે પ્રચાર કરી રહ્યો હતો. આ દરમિયાન એક અજ્ઞાત હુમલાખોરે તેને ગોળી મારી દીધી, જેનાથી સારવાર દરમિયાન સિંગાપોરમાં તેનુ મોત થઈ ગયુ.
આ ઘટનાઓ પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી, ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)નો હાથ હોવાનું કહેવાય છે. રંગપુર, સિલહટ, ખુલના, બારીસાલ અને ચટગાંવમાં લઘુમતી હિન્દુ વસ્તી પર સતત હુમલાઓ ચાલુ છે. પરિસ્થિતિ બાંગ્લાદેશી હાઇ કમિશનરને બોલાવીને વિરોધ નોંધાવવા અને વિઝા કોન્સ્યુલેટ બંધ કરવાની હદ સુધી વણસી ગઈ છે.
બાંગ્લાદેશમાં હાદીની હત્યા બાદ સતત વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે અને કટ્ટરવાદીઓનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. મૈમનસિંહ જિલ્લામાં ભીડે ઈશનીંદાના આરોપમાં એક હિંદુ યુવકની નિર્દયતાથી હત્યા કરી દીધી. આ મૃતક યુવકની ઓળખ દીપુ ચંદ્ર દાસના રૂપે થઈ છે. જે એક કાપડની ફેક્ટરીમાં કામ કરતો હતો. આક્રોશિત ભીડે હત્યા કર્યા બાદ દીપુના શબને એક ઝાડ સાથે બાંધી દીધુ અને તેને આગને હવાલે કર્યુ. પોલીસના જણાવ્યા અનુસાર દીપુ પર મોહમ્મદ પૈગંબર વિરુદધ કથિત આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો અને તેની હત્યા કરી નાખી. હૈરાનીના વાત તો એ છે કે હજુ સુધી આ ઘટનામાં કોઈ FIR પણ નોંધવામાં નથી આવી ત્યારે માનવાધિકારનો ઝંડો લઈને ફરતા સમૂહો સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
ઢાકા, ચટગાંવ અને ખુલનામાં હિન્દુ પરિવારોને ભાગી જવાની ફરજ પાડવામાં આવી હતી. આ ભારત માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે હિન્દુઓ બાંગ્લાદેશના સાંસ્કૃતિક વારસામાં ઊંડા મૂળ ધરાવે છે. 1971ના મુક્તિ યુદ્ધમાં ભારતે મદદ કરી હતી, પરંતુ હવે આ હુમલાઓ ભારતીયોની ભાવનાઓને આઘાત પહોંચાડી રહ્યા છે. હિજરત પશ્ચિમ બંગાળ અને આસામમાં સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે. યુનુસ સરકારે આ હુમલાઓને પ્રચાર ગણાવ્યા હતા, પરંતુ યુએનના અહેવાલમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે.
ભારતે હિન્દુઓ પરના હુમલાઓનો વિરોધ કર્યો હતો, પરંતુ બાંગ્લાદેશે તેને આંતરિક મામલો ગણાવ્યો હતો. જો હુમલાઓ ચાલુ રહેશે, તો ભારતમાં હિન્દુ સંગઠનો તરફથી દબાણ વધશે અને દ્વિપક્ષીય સંબંધો બગડશે. બાંગ્લાદેશમાં રાજકીય પરિવર્તન ભારતની ડિપ્લોમસી માટે મોટો પડકાર છે.
1. હિન્દુ લઘુમતીઓ પર હુમલાઓ વધ્યા
બાંગ્લાદેશમાં શેખ હસીનાના પતન પછી હિન્દુ લઘુમતીઓ (આશરે 8-10% વસ્તી) પર હુમલાઓ સતત વધી રહ્યા છે. જે ભારત માટે તણાવનું મુખ્ય કારણ હતું. હસીનાના શાસનમાં હિન્દુઓ પ્રમાણમાં સુરક્ષિત હતા, પરંતુ વચગાળાની સરકાર હેઠળ જમાત-એ-ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનોનો પ્રભાવ વધ્યો. સંસદીય સમિતિના અહેવાલ મુજબ, મે 2025 સુધીમાં 2,446 હુમલા નોંધાયા હતા, જેમાં મંદિરો, ઘરો અને વ્યવસાયોને લૂંટવાની ઘટનનાઓ સામેલ છે.
2 ઘૂસણખોરી અને આતંકવાદનો ખતરો
બાંગ્લાદેશની અશાંતિએ ઘૂસણખોરી અને આતંકવાદનો ભય વધાર્યો છે, જે ભારત માટે વિસ્ફોટક છે. 2025માં, ભારત-બાંગ્લાદેશ સરહદ પર1,104 ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા અને 2,556 ધરપકડો થઈ હતી. અસ્થિરતાએ ISI દ્વારા સમર્થિત JMB જેવા જૂથોને સક્રિય કર્યા છે. ઉત્તરપૂર્વમાં બળવાખોર જૂથો પગપેસારો કરી શકે છે. સરહદ પર દાણચોરી અને આતંકવાદ વધ્યો છે. ભારતે BSF ને મજબૂત બનાવ્યું છે, પરંતુ ઘૂસણખોરી સુરક્ષા માટે ખતરો છે.
૩. ચીન અને પાકિસ્તાન દ્વારા વ્યૂહાત્મક ઘેરાબંધીના ભણકારા
બાંગ્લાદેશમાં ચીન અને પાકિસ્તાનનો વધતો પ્રભાવ ભારતની રણનીતિક ઘેરાબંધી સમાન છે. 2025માં ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં CPEC ને બંગાળની ખાડી સુધી વિસ્તારવાની યોજના હતી. ચીને મોંગલા બંદર ($370 મિલિયન) અને એરબેઝ વિકસાવ્યા. પાકિસ્તાને લશ્કરી સહયોગ વધાર્યો. જે સિલિગુડી કોરિડોર માટે ખતરા સમાન છે. ભારતની ઘેરાબંધી સમાપ્ત થઈ રહી છે. આ વિસ્ફોટક છે કારણ કે પ્રાદેશિક સંતુલન બગડી રહ્યું છે.
4. કારોબાર પતન થવાની કગાર પર
બાંગ્લાદેશની અશાંતિએ ભારત-બાંગ્લાદેશ વેપારને પ્રભાવિત કર્યો છે. જે વિસ્ફોટક પરિસ્થિતિનું આર્થિક પરિમાણ છે. 2023-24માં દ્વિપક્ષીય વેપાર 14 અબજ ડોલરનો હતો પરંતુ 2025માં ઘટ્યો છે. ભારતે લેન્ડ પોર્ટ્સ પર પ્રતિબંધો લાદ્યા હતા, જેનાથી બાંગ્લાદેશની નિકાસ ($770 મિલિયન) પ્રભાવિત થઈ હતી. બાંગ્લાદેશે ભારતીય યાર્ન આયાત પર પ્રતિબંધો લાદ્યા હતા. અસ્થિરતાએ નિકાસમાં વિક્ષેપ પાડ્યો અને રોકાણ અટકાવ્યું. ભારતે વિકાસ સહાય અટકાવી દીધી. ચીને તક ઝડપી લીધી. આ વિસ્ફોટક છે કારણ કે વેપાર ભારતના અર્થતંત્ર અને ઉત્તર-પૂર્વ કનેક્ટિવિટી સાથે જોડાયેલ છે.
5. દ્વિપક્ષીય સંબંધો અને ડિપ્લોમેટ્સ પર ખતરો
ગુરુવારે બાંગ્લાદેશમાં ઢાકા અને ચટગાંવમાં ભારતીય હાઈકમિશન પર થયેલા હુમલાના પ્રયાસો થયા, જેનાથી ભારત સરકારની ચિંતા વધી. બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતા ઉસ્માન હાદીની હત્યા માટે જે રીતે ભારતીય એજન્સીઓને દોષી ઠેરવવામાં આવી રહી છે તે કેનેડાની પરિસ્થિતિની યાદ અપાવે છે, જ્યાં શીખ આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ભારતીય એજન્સીઓ પર પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, ભારતને ત્યાં તેના દૂતાવાસને લગભગ બંધ કરવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશના ‘એન્ટી ઈન્ડિયા’ પ્લાનનો પર્દાફાશ
બાંગ્લાદેશમાં જ્યા એક તરફ જમીની સ્તરે ભારત વિરોધી પ્રદર્શનો દિવસે દિવસે ગતિ પકડી રહ્યા છે. બરાબર એજ પ્રકારે સમુદ્રમાં પણ તણાવ વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી ભારત એક પ્રકારની અસામાન્ય કહી શકાય તેવી ગતિવિધિને નોટિસ કરી રહ્યો છે. બંગાળની ખાડીમાં સતત મોટી સંખ્યામાં બાંગ્લાદેશની માછલી પકડનારી હોડીઓ ભારતીય જળસીમામાં પ્રવેશ કરી રહી છે.
આ ઘટના 15 ડિસેમ્બરથી ચાલી રહી છે, જ્યારે બાંગ્લાદેશની નૌસેનાની એક ટૂકડીએ 16 માછીમારોને લઈને જઈ રહેલા એક ટ્રોલરને ટક્કર મારી દીધી. જેનાથી તે ટ્રોલર આખુ પલટી ખાઈ ગયુ. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણી પહેલા બાંગ્લાદેશમાં ભારત- વિરોધી ભાવનાઓ તેજ થઈ ગઈ છે.
શેખ હસીના સરકારના તખ્તાપલટ બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં ખાસ કરીને બંગાળની ખાડીથી પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યુનુસ પહેલા એવો દાવો પણ કરી ચુક્યા છે કે બાંગ્લાદેશ સમગ્ર ક્ષેત્રમાં મહાસાગરનો સંરક્ષક દ્વીપ છે. જેને લઈને ભારત અસહજ છે.
આ સમગ્ર ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસે માછલી પકડનારા ભારતીય માછીમારોની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા જન્માવી છે. સોમવારથી આ તણાવ વધી ગયો છે જ્યારે એવો આરોપ સામે આવ્યો કે બાંગ્લાદેશની નૌસેનાના એક જહાજે ભારતીય સીમા પાસે પશ્ચિમ બંગાળમાં 16 માછીમારોને લઈને જઈ રહેલા ભારતીય ટ્રોલરને ટક્કર મારી દીધી. રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશી જહાજની લાઈટ્સ બંધ હતી. જેનાથી રાત્રે ભારતીય ટ્રોલર તેમને જોઈ ન શકે.
FB Parmita નામનુ આ ટ્રોલર પલટી ગયુ, જેનાથી તમામ માછીમારો સમુદ્રમાં પડ્યા. સવારે 6 વાગ્યા આસપાસ તટરક્ષક દળોએ 11 માછીમારોને બચાવી લીધા જ્યારે 5 માછીમારો લાપતા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે એક માછીમારની ભાલા જેવા હથિયારથી હત્યા કરી દેવામાં આવી છે. બચેલા માછીમારોએ આરોપ લગાવ્યો છે કે ટ્રોલર પર સવાર તમામ લોકોએ તેમને મારવાનો પ્રયાસ કર્યો.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા છેડી દીધી છે. વિદેશી બાબતોના જાણકાર રમન મૂર્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી કહ્યુ છે કે આ એક ઉકસાવવાનું કૃત્ય છે. તેઓ ભારત સાથે ઘર્ષણ ઈચ્છે છે. આ જ તેમના દયનિય અસ્તિત્વનો એકમાત્ર રસ્તો છે. અન્ય એક વિશેષજ્ઞે જણાવ્યુ કે આ પુરેપુરુ પૂર્વ-નિયોજિત કૃત્ય છે. જેનો ઉદ્દેશ્ય ફસાવવાનો છે.
ભારત વિરોધી નિવેદનો વધ્યા
બાંગ્લાદેશમાં ચૂંટણીની તારીખોના એલાન બાદ થી આ પ્રકારની ગતિવિધિઓમાં વધારો થયો છે. બાંગ્લાદેશ સરકારના વચગાળાના પ્રમુખ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશે ન માત્ર પાકિસ્તાન સાથે નિકટતા વધારી છે. પરંતુ કટ્ટરવાદી ઈસ્લામી સમૂહો અને પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનોને પણ સ્થાન આપ્યુ છે.
આ દરમિયાન નવેમ્બરમાં પાકિસ્તાનના નૌસેના પ્રમુખે બાંગ્લાદેશની ત્રણ દિવસની મુલાકાત લીધી. 1971ના યુદ્ધ બાદ પ્રથમવાર કોઈ પાકિસ્તાની નૌસેનાનો કોઈ અધિકારી બાંગ્લાદેશની હાઈલેવલની મુલાકાતે ગયા હોય.
એક સંસદીય સમિતિએ ત્યાં સુધી કહ્યુ કે ઢાકામાં પાકિસ્તાન અને ચીનના વધતા પ્રભાવને પગલે ભારતને 1971ના યુદ્ધ બાદથી સૌથી મોટા રણનીતિક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે બાંગ્લાદેશમાં ફરી એકવાર ભારત-વિરોધી પ્રદર્શન અને હિંસા જોવા મળી. આ હિંસા કટ્ટરપંથી નેતા અને ભારત વિરોધી નિવેદનો માટે કુખ્યાત શરીફ ઉસ્માન હાદીની મોત બાદ ભડકી, જેમને બુકાનીધારી હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી.
