ગુજરાતમાં ગગડ્યો ઠંડીનો પારો, ઉત્તરથી ઠંડા પવનો ફૂંકાતા શીત લહેર, દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો છે. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. ઘણા શહેરોમાં 15 ડિગ્રીથી ઓછુ તાપમાન નોંધાયુ છે. ગુજરાતમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન દાહોદમાં નોંધાયુ છે. આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી આગાહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં શીત લહેરનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ ઠંડીની અસરથી ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન દાહોદમાં 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે વડોદરા અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી સુધી ઘટ્યું છે.
ઉપરાંત જૂનાગઢ અને મહુવામાં 12.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો ઠંડીથી થરથરી ઉઠ્યા છે. સવાર અને રાત્રિના સમયમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેને કારણે જનજીવન પર પણ અસર પડી છે.
રાજ્યના આટલા PI ને DySP તરીકે અપાશે પ્રમોશન, જુઓ Video