બોલિવુડની ગરમ મસાલા ગર્લ નીતુ ચંદ્રાનો આવો છે પરિવાર
પટનાની શેરીઓમાંથી આવેલી નીતુ ચંદ્રા બોલીવુડ અને હોલીવુડમાં સ્ટાર બની છે. નીતુ એક અભિનેત્રી, મોડેલ, થિયેટર આર્ટિસ્ટ, ક્લાસિકલ ડાન્સર અને બ્લેક બેલ્ટ તાઈકવૉન્ડો ચેમ્પિયન છે.તો જુઓ નીતુ ચંદ્રાના પરિવારમાં કોણ કોણ છે.

નીતુ ચંદ્રાનો જન્મ 20 જૂન 1984ના રોજ બિહારના પટનામાં થયો હતો. તેમની માતૃભાષા ભોજપુરી છે.તેમણે પટનાની નોટ્રે ડેમ એકેડેમીમાં શિક્ષણ મેળવ્યું હતું અને દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ કોલેજમાં સ્નાતક શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

નીતુ ચંદ્રા તેમની સફળતાનો શ્રેય તેમની માતાને આપે છે, જે બિહારના પૂર્વ ચંપારણના વતની છે. સ્નાતક થયા પછી અનેક કંપનીઓ માટે જાહેરાતો અને વિડિયોમાં કામ કર્યું છે.

નીતુ ચંદ્રાના પરિવાર વિશે જાણો

તેમણે તાઈકવૉન્ડોમાં બે ડેન બ્લેક બેલ્ટ મેળવ્યા છે અને 1997માં હોંગકોંગમાં વર્લ્ડ તાઈકવૉન્ડો ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નીતુ ચંદ્રાનો ભાઈ નીતિન ચંદ્રા છે, જેમણે દેશવા ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું.આજે આપણે નીતુ ચંદ્રાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.2012માં તેમને કોરિયન એમ્બીસીએ સન્માનિત કરી હતી.

નીતુ ચંદ્રા એક ભારતીય અભિનેત્રી, મોડેલ, ફિલ્મ નિર્માતા અને થિયેટર કલાકાર છે. તેમણે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.તે ડાન્સર અને તેમને રમત-ગમતમાં પણ ખુબ શૌખ છે.

તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ ચંપારણ ટોકીઝ છે, જેણે શ્રેષ્ઠ મૈથિલી ફિલ્મની સીરિઝમાં ફિલ્મ મિથિલા માખાન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મનું નિર્દેશન તેમના ભાઈ નીતિન ચંદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

અભિનેત્રીએ 2005માં ગરમ મસાલા ફિલ્મથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો, જેમાં તેમણે એર-હોસ્ટેસ સ્વીટીની ભૂમિકા ભજવી હતી. 2006માં તેમણે તેલુગુ ફિલ્મ ગોદાવરીમાં પણ અભિનય કર્યો હતો. 2007માં તે મધુર ભંડારકરની ફિલ્મ ટ્રાફિક સિગ્નલમાં જોવા મળી હતી.

નીતુ ચંદ્રાએ તેના 10 વર્ષના કરિયરમાં 25 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.પોતાના પાત્ર "સ્વીટી" ની લોકપ્રિયતા વિશે નીતુ કહે છે, "આજે પણ લોકો તેને ગરમ મસાલા ગર્લ કહે છે." આ ફિલ્મની સફળતાએ નીતુને બોલિવૂડમાં એક મજબૂત ઓળખ આપી છે.

બોલિવૂડથી આગળ વધીને, નીતુએ હોલીવુડમાં પણ પ્રવેશ કરી ચૂકી છે.

2021 માં, તેમણે ફિલ્મ "નેવર બેક ડાઉન: રિવોલ્ટ" માં જયા, એક માર્શલ આર્ટ ફાઇટરની ભૂમિકા ભજવી હતી.

રસપ્રદ વાત એ છે કે, તેને ઓડિશન આપ્યા વિના આ ભૂમિકા મળી, કારણ કે ફિલ્મ નિર્માતા ડેવિડ ઝેલનરે તેના અગાઉના કામ અને કુશળતાના આધારે તેને કાસ્ટ કરવાનું નક્કી કર્યું હતુ.

ફોટોશૂટના વિવાદો પણ નીતુના જીવનનો એક ભાગ રહ્યા છે. 2010 માં, તેમણે એક મેગેઝિન માટે કરેલા ફોટોશૂટ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

2022માં, તેમણે ખુલાસો કર્યો કે, એક ઉદ્યોગપતિએ તેને તેની "સેલરીડ પત્ની" બનવા માટે દર મહિને 25 લાખ રૂપિયાનો પગાર આપવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે ના પાડી હતી.

નીતુએ સોશિયલ મીડિયા પર પણ પોતાની ઓળખ સ્થાપિત કરી છે. તે "બેજોડ" નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે, જેના 150,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેના વીડિયો લાખો વ્યૂઝ મેળવે છે. હાલમાં, નીતુ અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે અને વિશ્વભરમાં કામ કરે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
