AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: આરામ બાદ ફરી મેદાનમાં RO-KO, વિરાટ કોહલી અને રોહિત શર્માએ તૈયારીઓ શરૂ કરી

વિરાટ કોહલી અને રોહિત શર્માએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણી દરમિયાન પોતાની બેટિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. હવે, બંને ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. તે પહેલા બંને વિજય હજારે ટ્રોફીમાં રમશે, જેના માટે વિરાટ અને રોહિતે તૈયારીઓ શરુ કરી દીધી છે.

VIDEO: આરામ બાદ ફરી મેદાનમાં RO-KO, વિરાટ કોહલી અને રોહિત શર્માએ તૈયારીઓ શરૂ કરી
Virat Kohli, Rohit SharmaImage Credit source: PTI
| Updated on: Dec 20, 2025 | 9:17 PM
Share

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી જીતી લીધી છે અને હવે 2026 ના T20 વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત થઈ ગઈ છે. આમ, બધાનું ધ્યાન હાલમાં આ બે મુદ્દાઓ પર કેન્દ્રિત છે. પરંતુ આ બધા વચ્ચે, ટીમ ઈન્ડિયાના બે મોટા સ્ટાર્સે પોતાનું કામ શરૂ કરી દીધું છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યા પછી, વિરાટ કોહલી અને રોહિત શર્માએ વિજય હજારે ટ્રોફી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રોહિત અને વિરાટે તૈયારી શરૂ કરી

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ODI શ્રેણી રમ્યા બાદ, વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં બ્રેક પર છે. બંને જાન્યુઆરી 2026 માં ફરીથી ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે. તેઓ 11 જાન્યુઆરીથી શરૂ થતી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીમાં પાછા ફરશે. જો કે, તે શ્રેણીને હજુ થોડા દિવસો બાકી છે, અને આ સમય દરમિયાન, રોહિત અને વિરાટ વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે, જેના માટે બંનેએ ફરીથી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે.

કોહલીએ બેટિંગ પ્રેક્ટિસ કરી

વિજય હજારે ટ્રોફી એક સ્થાનિક વન-ડે ટુર્નામેન્ટ છે જે બુધવાર, 24 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. કોહલીને દિલ્હી અને રોહિતને મુંબઈની ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ પ્રત્યે બંને સ્ટાર બેટ્સમેનોની ગંભીરતા ટુર્નામેન્ટ પહેલા જ જોવા મળી ગઈ છે, કારણ કે બંનેએ તેમની ટીમોમાં જોડાતા પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

રોહિતનું ધ્યાન ફિટનેસ પર

વિરાટ કોહલી મુંબઈ નજીક અલીબાગના એક મેદાનમાં બેટિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તેણે નેટમાં બેટિંગ કરવામાં ઘણો સમય વિતાવ્યો. તેની બેટિંગના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન રોહિત શર્માએ બેટિંગ પ્રેક્ટિસ કરતા પહેલા પોતાની ફિટનેસ જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને મુંબઈના એક મેદાનમાં વિવિધ કસરત કરતો જોવા મળ્યો હતો. રોહિતે તેનો ફોટો પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

બંને ફક્ત બે મેચ રમશે!

અહેવાલો અનુસાર, વિરાટ અને રોહિત આ ટુર્નામેન્ટમાં ફક્ત બે મેચ રમી શકે છે, પરંતુ આ બે મેચ પણ તેમના માટે મહત્વપૂર્ણ રહેશે. બંનેએ સતત બે ODI શ્રેણીમાં પોતાનું ફોર્મ સાબિત કરી દીધું છે, પરંતુ વિજય હજારે ટ્રોફીમાં ભાગ લઈને, તેઓ BCCIના આદેશનું પાલન કરશે અને ODI શ્રેણી માટે પોતાને ફિટ પણ રાખશે.

આ પણ વાંચો: શું T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર? જાણો શું છે ICC નો ખાસ નિયમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">