અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને સ્વેટર બાબતે ફરજિયાત નિયમો લાદવાના મુદ્દે બે શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓઢવની સુજ્ઞાન સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા ફટકારની નોટિસ પાઠવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા ફરજ પાડવામાં આવી હતી તેમજ નિશ્ચિત દુકાનમાંથી જ સ્વેટર ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવતો હતો. આ ફરિયાદોના આધારે બંને શાળાઓને શો-કોઝ નોટિસ અપાઈ છે અને વિદ્યાર્થીદીઠ ₹10 હજારનો દંડ કેમ ન આપવો જોઈએ તે અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.
live now
20 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્ર બિંદુ ભરૂચથી 45 કી.મી.દૂર જંબુસર નજીક
Gujarat Live Updates : આજે 20 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 45 કી.મી.દૂર જંબુસર નજીક
ભરૂચ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. વહેલી સવારે 4.46 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી 45 કી.મી.દૂર જંબુસર નજીક નોંધાયુ છે. ભૂકંપની તીવ્રતા 2.8 નોંધાઇ. આંચકાની રહીશોએ ખાસ અસર ન અનુભવી.
-
અમદાવાદ: શહેરની બે શાળાઓને સ્વેટર અંગે ફટકારાઈ નોટિસ
-
-
વડોદરાઃ કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું મોત
વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કોબ્રા સાપના કરડવાથી સમૃદ્ધિ નામની સિંહણનું મોત થયું છે. મળતી માહિતી મુજબ સિંહણના પાંજરામાં અચાનક કોબ્રા સાપ ઘૂસી ગયો હતો અને તેણે સિંહણને કરડી હતી. બનાવની જાણ થતાં જ સિંહણને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેની હાલત બગડતા અંતે તેનું મોત નિપજ્યું. આ ઘટનાથી પ્રાણીસંગ્રહાલયના સ્ટાફ તેમજ પ્રાણીપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
-
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ભારતમાં ભારે હીમ વર્ષા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના પરિણામે ઉત્તર તરફથી ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં શીત લહેર છવાઈ છે. આ ઠંડા પવનની અસરથી ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડ્યો છે. દાહોદમાં રાજ્યનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે વડોદરા અને અમરેલીમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉપરાંત જૂનાગઢ અને મહુવામાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી સુધી ઘટ્યું છે, જેના કારણે સવાર-સાંજ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
-
પીએમ મોદી આજે બંગાળ અને આસામની બે દિવસની મુલાકાતે
પ્રધાનમંત્રી મોદી શનિવારથી પશ્ચિમ બંગાળ અને આસામની બે દિવસની મુલાકાતે આવશે, જ્યાં તેઓ અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના રાણાઘાટમાં ₹3,200 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે અને આ પ્રસંગે એક સભાને પણ સંબોધિત કરશે.
-
-
અમદાવાદમાં યોજાશે લેઉઆ પાટીદાર સમાજનું મહાસંમેલન
અમદાવાદમાં લેઉઆ પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાશે. 28 ડિસેમ્બરે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજાશે. CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા ઉપસ્થિત રહેશે. લેઉઆ પાટીદાર સમાજના 4 નવ નિયુક્ત પ્રધાનોનું સન્માન થશે. જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, પ્રફુલ પાનસેરિયા અને કમલેશ પટેલનું સન્માન થશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું પણ સન્માન કરાશે.
Gujarat Live Updates : આજે 20 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 20,2025 7:35 AM
ક્રિકેટ કરતા 10 ગણી વધુ છે ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની પ્રાઈઝ મની
ગીઝર ફાટતા પહેલા તમને દેખાશે આ 5 સંકેતો, જાણી લો
20 સેકન્ડમાં જ સીતાફળના બી થઈ જશે અલગ, ખાવાની આવશે મજા!
દૂધ સાથે ફક્ત આ 2 ફળો જ ખાવા માટે સલામત, અન્ય ફળો પેટમાં દુખાવો અને ઉલટીનું કારણ બની શકે
આવો છે રાજ અર્જુનનો પરિવાર
શિયાળામાં હૃદય માટે કયા ડ્રાયફ્રુટ્સ ફાયદાકારક છે?