ચોટીલામાં કરોડોની લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, 15 ટ્રક જપ્ત- Video
ચોટીલામાં પ્રાંત અધિકારીના ચેકિંગ દરમિયાન મંજૂરી વગર લઈ જવાતા લીલા લાકડાની ગેરકાયદે હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો છે. રાજકોટ–ચોટીલા હાઈવે પરથી પસાર થતા 15 ટ્રકોમાંથી અંદાજે 2.40 કરોડ રૂપિયાનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે અને ટ્રક માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં લાકડાની ગેરકાયદે હેરાફેરીનો ગંભીર મામલો બહાર આવ્યો છે. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન રાજકોટ–ચોટીલા હાઈવે પરથી પસાર થતા 15 ટ્રકોને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ટ્રકોમાં ભરેલા લીલા લાકડાં માટે કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી લેવામાં આવી નહોતી.
જપ્ત કરાયેલા લાકડાની અંદાજિત કિંમત લગભગ 2.40 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે કલેકટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે વાહન માલિકો તથા ડ્રાઈવરો સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ, 1951 હેઠળ નિયમો મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામ ટ્રકો અને મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.
Zero Visibility Landing: ફ્લાઇટ્સ કેવી રીતે સુરક્ષિત રીતે ઉતરે છે?, વાંચવા માટે અહીં ક્લિક કરો
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
