AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ફ્યુઅલ કાર્ડ’ તમારા ખિસ્સાનો ભાર ઘટાડશે! મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધી તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં

પેટ્રોલ અને ડીઝલ પર તમે મોટી છૂટ મેળવી શકો છો. જો તમે પેટ્રોલ અને ડીઝલ માટે “સ્માર્ટ કાર્ડ” વિશે જાણો છો, તો આ કાર્ડ તમારા માટે ખાસ છે. ટૂંકમાં મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધીની તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં મળી શકે છે.

'ફ્યુઅલ કાર્ડ' તમારા ખિસ્સાનો ભાર ઘટાડશે! મફત પેટ્રોલ ભરાવવાથી લઈને હોટલ બુકિંગ સુધી તમામ સુવિધાઓ એક જ કાર્ડમાં
Image Credit source: AI Generated
| Updated on: Dec 20, 2025 | 7:28 PM
Share

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ આજકાલ સામાન્ય માણસના બજેટ પર ભારે અસર કરી રહ્યા છે. ઓફિસ જવાથી લઈને લાંબી મુસાફરી પર જવા સુધી દરેકને પોતાના ખિસ્સા પર નજર રાખવી પડે છે. હાલની તારીખમાં વાહનની ટાંકી વારંવાર ફુલ કરવી એ એક મોટો ખર્ચ બની ગયો છે.

‘ફ્યુઅલ કાર્ડ’ શું છે?

‘ફ્યુઅલ કાર્ડ’ એ એક પેમેન્ટ કાર્ડ છે, જે ખાસ કરીને ઇંધણ (ફ્યુઅલ) ખરીદવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. આ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની જેમ જ કામ કરે છે પરંતુ તેનો ઉપયોગ મુખ્યત્વે સર્વિસ સ્ટેશનો પર ઇંધણ ખરીદવા માટે થાય છે.

‘ફ્યુઅલ કાર્ડ’ કંપનીઓ અથવા ફ્લીટ ઓપરેટરો દ્વારા ઇશ્યૂ કરવામાં આવે છે અને ડ્રાઈવર તેનો ઉપયોગ કેશ કે કાર્ડ વિના ફ્યૂલના પેમેન્ટ માટે કરી શકે છે.

ફ્યુઅલ કાર્ડ વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમાં ખર્ચ ટ્રેકિંગ, બજેટ મેનેજમેન્ટ અને બીજા ખર્ચનો સમાવેશ થાય છે. આનો ઉપયોગ કારથી લઈને ટ્રક સુધી અનેક પ્રકારના વાહનો માટે કરી શકાય છે, જે કારણે તે અલગ અલગ પ્રકારના વાહનો ધરાવતા વ્યવસાયો માટે યોગ્ય છે.

‘ફ્યુઅલ સ્માર્ટ કાર્ડ’ અથવા ‘ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ’ માત્ર ફ્યુઅલ રિફિલ પ્રોસેસને સરળ બનાવે છે અને દર મહિને તમારા બેંક ખાતામાં નોંધપાત્ર બચત પણ સુનિશ્ચિત કરે છે.

‘ફ્યુઅલ સ્માર્ટ કાર્ડ્સ’ કેટલું ખાસ છે?

‘ફ્યુઅલ સ્માર્ટ કાર્ડ્સ’ ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને એચપીસીએલ જેવી બેંકો તેમજ ઓઇલ કંપનીઓ વચ્ચે ખાસ ભાગીદારી દ્વારા બનાવવામાં આવે છે. એસબીઆઈ, એચડીએફસી અને એક્સિસ જેવી મોટી બેંકો એવા કાર્ડ ઓફર કરે છે, જે ખાસ કરીને પેટ્રોલ પંપ પર ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

કાર્ડની સૌથી મોટી ખાસિયત શું છે?

આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે, જ્યારે તમે તેનો ઉપયોગ પેમેન્ટ માટે કરો છો, ત્યારે તમને રિવોર્ડ પોઈન્ટ્સ અને કેશબેક મળે છે.

આ કાર્ડ્સનો બીજો મોટો ફાયદો એ છે કે, ફ્યુઅલ સરચાર્જમાં છૂટ આપવામાં આવે છે. સાધારણ કાર્ડથી પેટ્રોલ પંપ પર પેમેન્ટ કરતી વખતે સામાન્ય રીતે 1% વધારાનો સરચાર્જ વસૂલવામાં આવે છે પરંતુ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરવાથી આ રકમ બચી જાય છે.

વધુમાં, તમે જે રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરો છો, તેનો ઉપયોગ પછીથી મફત પેટ્રોલ ભરાવવા, હોટલ બુકિંગ અથવા શોપિંગ વાઉચર તરીકે કરી શકાય છે. કેટલાક પ્રીમિયમ કાર્ડ્સ ડાઇનિંગ અને ટ્રાવેલ પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે.

જો તમને આ કાર્ડ મેળવવામાં રસ હોય, તો પ્રક્રિયા સરળ છે:

  1. સૌ પ્રથમ તો, તમારી જરૂરિયાત અને ફ્યુઅલ વપરાશનો અંદાજ કાઢો.
  2. હવે આગળ, તમારા મનપસંદ પેટ્રોલ પંપ પર કઈ બેંક સૌથી વધુ કેશબેક આપી રહી છે, તે જોવા માટે અલગ અલગ બેંકોના કાર્ડ્સની તુલના કરો.
  3. તમે બેંકની વેબસાઇટ પર જઈને અથવા નજીકની બ્રાંચમાં જઈને પણ અરજી કરી શકો છો.
  4. અરજી દરમિયાન તમારે તમારી કંપની અથવા આવક અને ક્રેડિટ સ્કોર વિશે માહિતી આપવી પડશે.
  5. એકવાર તમને કાર્ડ મળી જાય પછી તમે તેનો ઉપયોગ શરૂ કરી શકો છો અને નિયમિત રીતે તમારા ખર્ચના રિપોર્ટની દેખરેખ રાખી શકો છો, જેથી તમારી બચતનો યોગ્ય હિસાબ રાખી શકો.

આ પણ વાંચો: Stock Market: બાસમતી ચોખાના બિઝનેસમાં જોડાયેલી કંપની રોકાણકારોને ‘બોનસ શેર’ આપશે, આ તારીખે ડીમેટ ખાતામાં મફતના સ્ટોક આવશે

g clip-path="url(#clip0_868_265)">