Junagadh Rain : વિસાવદરમાં પડ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ થયા પાણી-પાણી- જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વિસાવદરમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે જુનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.વિસાવદરમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ સ્થાનિકોને અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.
છેલ્લા 8 કલાકમાં 18 તાલુકામાં વરસ્યો વરસાદ
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. કેટલાક તાલુકામાં મોટા પ્રમાણમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે.
ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.