જામનગર વીડિયો : દ્વારકા જતા પદયાત્રીઓને કારચાલકે લીધા અડફેટે, 3 લોકોના મોત

જામનગર - દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. વહેલી સવારે નાનીખાવડી પાસે કારચાલકે 4 લોકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે. પગપાળા ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 12:32 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના જામનગર – દ્વારકા હાઈવે પર બની છે. જામનગર – દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થયા છે. વહેલી સવારે નાનીખાવડી પાસે કારચાલકે 4 લોકોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યુ છે. પગપાળા ચાલીને દ્વારકા જતા પદયાત્રીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

તો બીજી તરફ સુરેન્દ્રનગરના દશાડા નજીક ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. જેમાં ગવાણા ગામના પાટીયા પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. બાઇક ચાલકને ટ્રેઇલરે હડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">