Kutch Video : અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો, વીજપોલ સહિતની વસ્તુઓ પાણીમાં તણાઈ
કચ્છમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદના કારણે કચ્છના અબડાસાના સાંઘાણની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે.
કચ્છમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. ભારે વરસાદના કારણે કચ્છના અબડાસાના સાંઘાણની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. નદીઓમાં ધસમસતો પાણી પ્રવાહ જોવા મળ્યો છે. સાંઘાણની ધસ મસતા નદીના પ્રવાહમાં અનેક ગાયો તણાઈ છે. પાણીના પ્રચંડ પ્રવાહના ડરામણા દ્રશ્યો સામે આવ્યા છે.
કચ્છના અબડાસાની રવ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણીનો ધસમસતો પ્રવાહ અનેક વીજપોલ તાણી ગયા છે. રવાના નદીના પાણીમાં મોટાભાગની જ વસ્તુઓ તણાઈ ગઇ છે. પાણીના પ્રવાહમાં કિનારે રહેલા લોખંડનો ઢાંચો પણ પાણીમાં તણાયો છે.
નવસારીમાં પડ્યો ભારે વરસાદ
નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી નદીઓની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી, પૂર્ણા નદીની સપાટી વધી છે. કાવેરી નદી 17 ફૂટની સપાટી પર વહેતી થઈ છે.