AHMEDABAD : RSSની સેવાગાથા વેબસાઈટનું ગુજરાતી સંસ્કરણ લોંચ થયું, જાણો આ વેબસાઈટ વિશે

|

Dec 20, 2021 | 11:42 PM

Sewagatha Website : હિન્દી, તમિલ, મરાઠી અને કન્નડ બાદ ગુજરાતી ભાષામાં વેબસાઇટનું સહ સરકાર્યવાહક મનમોહન વૈદ્યના હસ્તે લૉન્ચિંગ કરવામાં આવ્યું.

AHMEDABAD : RSSની ગુજરાતી વેબસાઇટ સેવાગાથાનું નવીનીકરણ સાથે અમદાવાદમાં લૉન્ચિંગ કરવામાં આવ્યું છે.હિન્દી, તમિલ, મરાઠી અને કન્નડ બાદ ગુજરાતી ભાષામાં વેબસાઇટનું સહ સરકાર્યવાહક મનમોહન વૈદ્યના હસ્તે લૉન્ચિંગ કરવામાં આવ્યું.સેવાગાથા વેબસાઇટમાં સેવા કાર્ય અને RSSની કામગીરી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વેબસાઇટની ગુજરાતી આવૃતિના લૉન્ચિંગ વખતે મનમોહન વૈદ્યે કહ્યું કે, “સમાજમાંથી જે મળે એ પરત આપવું એ ધર્મ છે અને ધર્મમાં કોઇ ભેદભાવ નથી હોતો.”આ ઉપરાંત કાર્યકરો કઇ રીતે કામ કરે છે અને કઇ રીતે આગળ આવે છે ? તે ઓડિયો અને વીડિયો મારફતે વેબસાઇટમાં બતાવવામાં આવ્યું છે.શહેરના મણિનગર હેડગેવાર ભવન ખાતે લૉન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.

સેવાગાથા વેબસાઈટ https://www.sewagatha.org/ માં આ અંગે લખવામાં આવ્યું છે કે –

આ વેબસાઇટ દ્વારા આપણે તે લોકોને વિશ્વસ્ત કરવા માંગીએ છીએ કે અહીં એવા સેવાવ્રતીઓની કથાઓ છે, જેમની સાથે ડગથી ડગ મેળવી આપણે પણ માનવતાની સાચી સેવા કરી શકીશું.

મોટા મોટા નગરોમાં ફેલાતી ઝુંપડપટ્ટી હોય કે દૂરવર્તી વનાંચલોમાં વસતાં ભાઇ-બહેનો, વિચરતી જનજાતીઓ જેનું કોઇ ઠામ ઠેકાણું ન હોય તેમજ …. દુષ્કાળ હોય કે મેઘ તાંડવ, આતંક હોય કે દુર્ઘટના આવી દરેક આપત્તિઓમાં ઝઝુમતાં લોકોને માટે સહયોગનો હાથ લંબાવી સ્વાભિમાની અને સ્વાવલંબી બનાવવાના કામમાં લાગેલાં આ સેવા સમર્પિત લોકો.

આ સેવાકાર્યો વ્યક્તિને સમાજોપયોગી બનાવે છે. જેમની મદદ કરવામાં આવે છે તેઓમાં બીજાઓને મદદ કરવાનો ભાવ જગાડવામાં આવે છે. સમાજથી લઇ દરેકમાં સમાજને કાંઇક આપવાનો કર્તવ્ય ભાવ જગાડવામાં આવે છે. આ જ આ કાર્યોની વિશેષતા છે.

આ પણ વાંચો : AHMEDABAD : ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગને “સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ” નામ અપાયું

Next Video