અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી, રાધિકા પણ જોડાયા, જુઓ Video
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. અંબાણી પરિવારનું દ્વારકાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. અંતિમ દિવસની પદયાત્રમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા હતા. દ્વારકામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું છે.
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. અંબાણી પરિવારનું દ્વારકાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું છે. અંતિમ દિવસની પદયાત્રમાં માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ જોડાયા હતા. દ્વારકામાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા પણ અંબાણી પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું છે. મંગળા આરતીના દર્શનનો અંબાણી પરિવારે લાભ લીધો છે. શારદા પીઠમાં અંબાણી પરિવારે પૂજા – અર્ચના કરી છે.
28 માર્ચના રોજ અનંત અંબાણીએ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ-વનતારાથી પદયાત્રાની શરૂઆત કરી હતી. રોજ 10 થી 12 કિલોમીટરનું અંતર કાપતા તે દસ દિવસે દ્વારકા ધામ પહોંચ્યા છે. પદયાત્રાના અંતિમ દિવસે તેમના માતા અને પત્ની પણ સાથે જોડાયા. યાત્રાના અંતિમ દિવસે અનંત અંબાણીએ ટીવી નાઈન સાથે ખાસ વાતચીત કરી હતી. અને જણાવ્યું કે અહીં પહોંચવાની આ શક્તિ તેમને દ્વારકાધીશની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે.
મંગળા આરતીના દર્શનનો લીધો લાભ
આ સાથે જ તેમને જણાવ્યુ કે આજે તિથિ અનુસાર અનંત અંબાણીનો જન્મદિવસ છે. તેમની ઈચ્છા હતી કે તે જન્મદિવસ દ્વારકાધીશના સાનિધ્યે ઉજવે. તેમની આ યાત્રા સુખરૂપ સંપન્ન થતા નીતા અંબાણીએ અને પત્ની રાધિકાએ ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરી.
નીતા અંબાણીએ હર્ષની લાગણી કરી વ્યક્ત
ઉલ્લેખનીય છે કે અનંત અંબાણીની આ પદયાત્રામાં તેમના અનેક સાથીઓ જોડાયા હતા. બોલીવુડ સ્ટાર વીર પહાડીયા પણ અનંત અંબાણી સાથે સાત દિવસથી પદયાત્રામાં જોડાયા હતા. અને તેમનું કહેવું હતું કે આ અનુભવ ખરેખર અદભુત રહ્યો છે.
અનંત અંબાણીની પદયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ ત્યાં ત્યાં તેનું ઉમળકાભેર સ્વાગત થયું. અનંત રાત્રે ત્રણ વાગે તેમની પદયાત્રા શરૂ કરતાં અને સવારે 8 વાગ્યા સુધી ચાલતા. સનાતન પ્રત્યેની તેમની આ આસ્થાને વધાવવા એક રેતશિલ્પી ખાસ દ્વારકા પહોંચ્યા હતા. તેમના દ્વારા તૈયાર કરાયેલું ભગવાન રામ સાથેનું અનંત અંબાણીનું એક અદભુત રેતશિલ્પ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું.

ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
