Success Story : રસ્તા પર સ્ટોલ લગાવીને ચા વેચી રહ્યા છે IIT- NITના વિદ્યાર્થી, કમાણી જાણીને તમને થશે આશ્ચર્ય

|

Oct 01, 2022 | 12:59 PM

IITian Chaiwala દુકાન ખોલનારા વિદ્યાર્થીઓમાં IIT મદ્રાસ, IIT BHU, IIT ખડગપુર અને NIT સુરતનો સમાવેશ થાય છે. જે પહેલા એક સાથે અભ્યાસ કરતાં હતા.

1 / 5
કહેવાય છે કે, જો તમારે સફળતા મેળવવી હોય તો દરેકથી અલગ રીતે વિચારવું ખૂબ જ જરૂરી છે. આનું સૌથી મોટું ઉદાહરણ બિહારના આરામાં આવેલી IITian Chaiwala દુકાન. હકીકતમાં, લોકો ચાની દુકાન પર ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરતા જોવા મળે છે. પરંતુ બિહારમાં જ આ ચાની દુકાન ચર્ચાનો વિષય બની છે.

2 / 5
બિહારના આરામાં ખુલેલી IITian ચાયવાલાની દુકાન અનોખી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ચા પીવા આવે છે. આ દુકાનમાં ભીડનું એકમાત્ર કારણ તેનું અનોખું નામ છે. IITian Chaiwalaની દુકાન ખોલવા પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે.

3 / 5
IIT અને NITમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા IITian Chaiwala શોપ ખોલવામાં આવી છે. તેને ખોલનારા વિદ્યાર્થીઓમાં આઈઆઈટી મદ્રાસના ડેટા સાયન્સના વિદ્યાર્થી રણધીર, આઈઆઈટી ખડગપુરનો વિદ્યાર્થી અંકિત કુમાર, BHUમાં અભ્યાસ કરતા ઈમાગ સમિન અને NIT સુરતના વિદ્યાર્થી સુજન કુમારનો સમાવેશ થાય છે. આ ચાર વિદ્યાર્થીઓએ સંયુક્ત સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે.

4 / 5
દેશની અલગ-અલગ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં આ મિત્રોનું કહેવું છે કે, રોજગારી આપવાના હેતુથી આ દુકાન ખોલવામાં આવી છે. આ તમામ મિત્રો અગાઉ એક જ સેન્ટરમાં એન્જિનિયરિંગની તૈયારી કરતા હતા. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અત્યારે એક જ દુકાન છે, પરંતુ ભવિષ્યમાં વધુ ખુલશે.

5 / 5
આ દુકાનમાં 2થી 4 લોકોને નોકરી મળે છે. દુકાનમાં 10 ફ્લેવરની ચા ઉપલબ્ધ છે. દરેક ચાની કિંમત રૂપિયા.10 છે. આ દુકાનમાં મોટી સંખ્યામાં લોકો ચા પીવા આવે છે. દુકાન ખોલનારા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અત્યાર સુધી આ દુકાનમાંથી સારી એવી આવક થઈ છે.

Published On - 12:40 pm, Tue, 27 September 22

Next Photo Gallery