રોહિત શર્માની જેમ હું કોઈને રોકતો નથી, સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સાથેની T20 સીરિઝ દરમિયાન આવું કેમ કહ્યું? જાણો

|

Jan 27, 2025 | 2:30 PM

રોહિત શર્માના સંન્યાસ બાદ ભારતની ટી20 કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવને મળી છે. સૂર્યકુમારની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત સાથે શરુઆત કરી છે પરંતુ આ વચ્ચે સૂર્યનું એક નિવેદન સામે આવ્યું છે.

1 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સીરિઝની આગામી મેચ હવે રાજકોટમાં રમાશે. પરંતુ આ પહેલા ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક અનોખું નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન ટીમના અગાઉના કેપ્ટન રોહિત શર્મા અને તેમના કેપ્ટનશીપ વચ્ચેના તફાવત સાથે સંબંધિત છે.

2 / 6
કેપ્ટન તરીકે રોહિત મેદાન પરના પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહ્યો હતો. રોહિત શર્માએ કહ્યું હતુ કે, ગાર્ડનમાં ફરવાવાળા છોકરા, આજે પણ સોશિયલ મીડિયા પર મીમ્સ જોવા મળે છે.  સૂર્યકુમાર યાદવે પણ આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે.

3 / 6
રોહિત શર્માના ટી20 ફોર્મેટ બાદ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડ સાથે ટી20 સીરિઝ વચ્ચે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તે ખેલાડીઓને રોકે છે.

4 / 6
તો તેમણે કહ્યું કે,તે રોહિત શર્મા જેવો નથી. કોઈ ગાર્ડનમાં ફરતું નથી. તેમણે કહ્યું કે તે પોતાને સ્ટંપ માઈકથી દુર રાખવાનો પ્રયત્ન કરે છે. સૂર્યાએ વધુમાં કહ્યું કે જો કોઈ પાસે તે વિશેષતા હોય તો તે ફક્ત તેમના હાથમાં જ રહે તો વધુ સારું. અહીં વિશેષતાનો અર્થ સ્ટમ્પ માઈક સાથે રોહિતની જુગલબંધી છે.

5 / 6
સૂર્યકુમાર યાદવને આગળ એક સવાલ પુછવામાં આવ્યો કે, તે રોહિતની યે-વો ભાષા સમજે છે. આના પર તેમણે કહ્યું કે,વે  જબ હમ ધુમતે રહેતે હૈ ગાર્ડન મે, વો સુનને કો મિલતા હૈ.ઈંગ્લેન્ડની સાથે ટી20 સીરિઝની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 5 ટી20ની સીરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.

6 / 6
ભારેત ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોલકત્તામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં જીત મેળવી છે.ત્યારબાદ ચેન્નાઈમાં રમાયેલ બીજી ટી20 મેચમાં પણ જીત મેળવી લીધી છે. બંન્ને ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રીજી ટી20 મેચ ખુબ મહત્વની રહેશે. ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં જીત મેળવવા ઈચ્છશે, તો ઈંગ્લેન્ડની ટીમ પણ આ મેચ જીતી સીરિઝમાં ખાતું ખોલવવા માંગશે.