Happy Birthday Rahul : બેટિંગ કરતી વખતે આ વાતથી ખૂબ જ ચિડાઈ જાય છે કેએલ રાહુલ, પોતે કર્યો ખુલાસો
દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ 33 વર્ષનો થઈ ગયો છે. મેદાન પર ખૂબ જ શાંત દેખાતો આ મિડલ ઓર્ડર બેટ્સમેન તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે, પરંતુ બેટિંગ કરતી વખતે તે આ વાતથી ખૂબ જ ચિડાઈ જાય છે. જેનો ખુલાસો તેમણે એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

લખનૌ સુપર જાયન્ટ્સ છોડી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલ વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે 18 એપ્રિલે પોતાનો 33મો જન્મદિવસ ઉજવ્યો હતો.

મેદાન પર શાંત પરંતુ બેટિંગમાં આક્રમક રહેનારા આ બેટ્સમેનને ઘણીવાર ટીકાનો સામનો કરવો પડ્યો છે.

આમ છતાં, જ્યારે પણ ટીમ ઈન્ડિયાને વિવિધ પરિસ્થિતિઓમાં તેની જરૂર હોય છે, ત્યારે તે પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરે છે.

એક સમયે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરનાર કેએલ રાહુલ હાલમાં પાંચમા નંબરે બેટિંગ કરવા આવે છે. ક્યારેક તે 6 કે 7 નંબર પર બેટિંગ કરવા આવે છે, પરંતુ તે તેનાથી નારાજ નથી.

શાંત સ્વભાવના કેએલ રાહુલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે લોકો સાઈડ સ્ક્રીન પાછળથી ઈશારા કરીને તેને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને ખૂબ ગુસ્સો આવે છે.

સ્વાભાવિક છે કે, સાઈટસ્ક્રીન સામેની કોઈપણ હિલચાલ બેટ્સમેનોને હેરાન કરે છે, પરંતુ કદાચ આ જ વાત રાહુલને સૌથી વધુ હેરાન કરે છે.

આ જ કારણ છે કે આવા સમયે કેએલ રાહુલ પોતાનો શાંત સ્વભાવ પણ ભૂલી જાય છે. (All Photo Credit : PTI)
IPL 2025માં અત્યારસુધી દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે, તેમાં પણ કેએલ રાહુલની બેટિંગે ખૂબ જ પ્રભાવિત કર્યા છે. કેએલ રાહુલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
