
અભિનેત્રી દિવ્યા દત્તા સાત વર્ષની હતી ત્યારે તેમના પિતાના મૃત્યુ પછી તેમની માતા નલિની દત્તા જે એક સરકારી અધિકારી અને ડૉક્ટર હતી. જેમણે અભિનેત્રી અને તેમના ભાઈને એકલા હાથે ઉછેર્યા હતા.દિવ્યા દત્તાના મામા ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા દીપક બહરી છે

દિવ્યા દત્તાએ 1994 માં ફિલ્મ "ઇશ્ક મેં જીના ઇશ્ક મેં મારના" થી બોલિવુડ કરિયરમાં પ્રવેશ કર્યો, જે પછી તેમણે 1995ના નાટક "વીરગતિ" માં મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે 1999 ની પંજાબી ફિલ્મ "શહીદ-એ-મોહબ્બત બૂટા સિંહ" માં મુખ્ય ભૂમિકા ભજવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતુ,

અભિનેત્રીએ લુધિયાણાની સેક્રેડ હાર્ટ કોન્વેન્ટમાં અભ્યાસ કર્યો છે.દિવ્યા દત્તાએ પોતાની કારકિર્દી અને પર્સનલ લાઈફમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. આજે તેની સંપત્તિ કરોડોમાં છે.

દિવ્યા દત્તાએ રોમેન્ટિક ડ્રામા વીર-ઝારા (2004), કોમેડી થિયેટર વેલકમ ટુ સજ્જનપુર (2008), દિલ્હી-6 (2009) અને હીરોઈન (2012) થ્રિલર બદલાપુર (2015) માં પણ જોવા મળી ચૂકી છે.

2013માં બાયોપિક ભાગ મિલ્ખા ભાગ માં મિલ્ખા સિંહની બહેનની ભૂમિકા ભજવી હતી.ડ્રામા ઇરાદા (2017) માં તેની ભૂમિકા માટે દિવ્યા દત્તાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ટેલિવિઝનમાં તેમણે સિરિયલ સંવિધાન (2014) માં પૂર્ણિમા બેનર્જીની ભૂમિકા ભજવી. તેમણે થ્રિલર સિરીઝ સ્પેશિયલ OPS (2020)માં તેના અભિનય માટે ફિલ્મફેર OTT એવોર્ડ જીત્યો હતો. તેમણે એક પુસ્તક પણ લખ્યું છે.

દિવ્યાની પ્રતિભાથી ફેમસ ફિલ્મ હસ્તીઓ પ્રભાવિત છે. અમિતાભ બચ્ચને અનેક ઇન્ટરવ્યુમાં તેના અભિનયની પ્રશંસા કરી છે,

જ્યારે સલમાન ખાને તેના અભિનયથી પ્રભાવિત થઈને તેને ફિલ્મ "વીરગતિ" માં કામ કરવાની તક આપી હતી. ઋષિ કપૂરે પણ વારંવાર તેના કામની પ્રશંસા કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવ્યા દત્તાની સગાઈ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કમાન્ડર સંદીપ શેરગિલ સાથે થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જ આ સગાઈ તૂટી ગઈ અને તેણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો.