અમરેલીના જાફરાબાદમાં સાવજની જોખમી લટારના દ્રશ્યો.ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર સિંહે મારી લટાર. નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધી બ્રિજ પર લટાર મારી. કાર ચાલકે સિંહના આંટાફેરાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો. વીડિયો વાયરલ થતાં સિંહની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. અગાઉ વાહનની અડફેટે આવતા 2 સિંહોના થયા હતા મોત.