Breaking News: ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં, ઉદ્યોગકારોની CM સાથે તાત્કાલિક બેઠક
ગેસ સપ્લાયમાં અવરોધ અને વધતા ખર્ચને કારણે ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને વિશ્વાસ આપ્યો કે રાજ્ય સરકાર ઉદ્યોગને બચાવવા માટે શક્ય તમામ પગલાં ભરશે.
ઈરાન–ઈઝરાયલ યુદ્ધના કારણે ગેસ સપ્લાય ચેઈનમાં ખલેલ પહોંચતા મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં આવી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિરામિક ઉદ્યોગકારોના પ્રતિનિધિમંડળે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને ઉદ્યોગને ટકાવી રાખવા માટે તાત્કાલિક મદદની માગ કરી.
ઉદ્યોગને મોટું નુકસાન
મુલાકાત દરમિયાન ઉદ્યોગકારોએ જણાવ્યું કે ગેસ સપ્લાયમાં અવરોધ અને વધતા ખર્ચને કારણે ઉત્પાદન પર ગંભીર અસર પડી રહી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી રહી તો ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને વિશ્વાસ આપ્યો કે રાજ્ય સરકાર ઉદ્યોગને બચાવવા માટે શક્ય તમામ પગલાં ભરશે.
દેશના મહત્વના ઉદ્યોગોમાંથી એક
આ ઉપરાંત ઉદ્યોગકારોએ ઊર્જાપ્રધાન, પાણી પુરવઠા પ્રધાન તેમજ Gujarat Gasના મેનેજિંગ ડિરેક્ટર સાથે પણ બેઠક કરી હતી. મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશના મહત્વના ઉદ્યોગોમાંથી એક ગણાય છે અને હજારો લોકોને રોજગાર પૂરો પાડે છે. તેથી આ સંકટમાંથી ઉદ્યોગને બહાર કાઢવા સરકાર અને ઉદ્યોગકારો મળીને પ્રયાસ કરી રહ્યા છે.
ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી, 9 માર્ચે નોંધાઈ સામાન્ય કરતા 4થી9 ડિગ્રી વધુ ગરમી
અમદાવાદમાં હીટવેવ વચ્ચે મતદાન: તંત્રની મેગા તૈયારી અને ખાસ વ્યવસ્થા
ભુજ વોર્ડ-8માં ભાજપનો વિરોધ: ઉમેદવારોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર
SIR સુધારા છતા મતદાર યાદીમાં એક જ મતદારના એક કરતા વધુ નામ
રોડ નહીં તો વોટ નહીં: છોટાઉદેપુરમાં સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કાર
