સ્માર્ટફોન બ્રાન્ડ Poco એ તેની નવી Poco X8 Pro સિરીજની લોંચ તારીખ કરી જાહેર
Poco X8 Pro સિરીજના Poco X8 Pro અને Poco X8 Pro Max સ્માર્ટફોન લોંચ થવા જઈ રહ્યા છે. આ સિરીજ 17 માર્ચે લોંચ થશે. જાણો આ બંને ફોનના પાવરફૂલ પ્રોસેસર, બેટરી અને ડિસ્પ્લે જેવા ફીચર્સ.

Poco X8 Pro, Poco X8 Pro Max: સ્માર્ટફોન બ્રાન્ડ Poco એ તેની નવી Poco X8 Pro સિરીજની લોંચ તારીખ જાહેર કરી છે. કંપની 17 માર્ચે આ સિરીજને વૈશ્વિક સ્તરે લોંચ કરશે.અહેવાલો અનુસાર, આ લાઇનઅપમાં બે મોડેલ શામેલ હોઈ શકે છે: Poco X8 Pro અને Poco X8 Pro Max. લોંચ પહેલા, આ સ્માર્ટફોનની કિંમત, પ્રોસેસર અને બેટરી સંબંધિત ઘણી મુખ્ય વિગતો પહેલાથી જ બહાર આવી ગઈ છે.
Poco X8 Pro Seriesનું લોંચ ક્યારે થશે?
Poco કંપનીએ ઘોષણા કરી છે કે આ નવી X સિરીજના સ્માર્ટફોન 17 માર્ચે લોંચ થવાના છે. આ લોંચ ઈવેન્ટને ઓનલાઇન આયોજિત કરવાના છે, જે ભારતીય સમય અનુસાર સાંજે 5:30 એ શરૂ થશે’નવા સ્માર્ટફોનના પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપશે’ તેવું કંપનીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું. જોકે હજુ સુધી Pocoએ ફોન પર પૂરેપૂરું સ્પેસિફિકેશનનો ખુલાસો કર્યો નથી, પણ લોંચ પહેલા ઘણી બધી જાણકારીઓ લીક થઈ ચૂકી છે.
પાવરફૂલ પ્રોસેસર મળશે
અહેવાલો અનુસાર, Poco X8 Pro Seriesમાં MediaTek Dimensity Chipsetનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Poco X8 Proમાં Dimensity 8500 Ultra પ્રોસેસર હોવાની સંભાવના છે, અને Poco X8 Pro Maxમાં વધારે પાવરફૂલ Dimensity 9500s Chipset આપવામાં આવી શકે છે.Geekbench પર મળેલી માહિતી અનુસાર, Poco X8 Pro MaxમાંAndroid 16 પર ચાલી શકે છે અને તેમાં લગભગ 12GB RAM હોઈ શકે છે. ફોનને સિંગલ-કોર ટેસ્ટમાં 2659 અને મલ્ટી-કોર ટેસ્ટમાં 8386 સ્કોર મળ્યો છે, જે મજબૂત પ્રદર્શન દર્શાવે છે.
કિંમત અને સ્ટોરેજ
હાલ માં Poco X8 Pro અને Poco X8 Pro Maxને શાઓમી બેલ્જિયમ વેબસાઇટ પર જોવામાં આવ્યા હતા, જ્યાં તેની અંદાજીત કિંમતની જાણકારી સામે આવી હતી. અહેવાલ અનુસારPoco X8 Pro Maxમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 529 યુરો એટલે લગભગ 57,000 રૂપિયા હોઈ શકે છે. જ્યાં એના 12GB RAM અને 512GB સ્ટોરેજ વેરીએન્ટની કિંમત399 યુરો એટલે લગભગ 43,000 રૂપિયા હોઈ શકે છે. બંને ફોન બ્લેક, વ્હાઇટ, અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ રહેશે.
ડિસ્પ્લે, કેમેરા અને બેટરી
Poco X8 Proમાં 6.59 ઇંચની 1.5k OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છ. તેની સાથે 50 મેગાપિક્સલ ડ્યુઅલ રેયર કેમેરાની ઉમ્મીદ છે. તેમાં 6500 mAhની બેટરી સાથે 100Wનું ફાસ્ટચાર્જિંગ સપોર્ટ કરશે. જ્યારે Poco X8 Pro Maxનમાં 6.83 ઇંચ 1.5k OLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં 8500mAh જેટલી મોટી બેટરી હોઈ શકે છે. માનવામાંઆવે છે કે આ બે સ્માર્ટફોન Redmi Turbo 5 અને Turbo 5 Pro Maxના રીબ્રાન્ડેડ વર્ઝન પણ હોઈ શકે છે.
Charging Tips: શું તમે પણ તમારા ફોનના ચાર્જરને 24 કલાક પ્લગ ઈન રાખો છો? નુકસાન જાણી લેશો તો નહીં કરો આ ભૂલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
