AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારતમાં LPGની અછત ન ઉદ્ભવે તે માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો

ભારત સરકારે દેશના એલપીજી (LPG) પુરવઠાને મજબૂત બનાવવા માટે સક્રિય પગલાં લીધાં છે. એક તરફ યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે  દેશભરમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 (ECA) લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને તેની પેદાશોના યોગ્ય પુરવઠા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. તો બીજી તરફ સરકારે કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. 

Breaking News : ભારતમાં LPGની અછત ન ઉદ્ભવે તે માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો
| Updated on: Mar 10, 2026 | 11:58 AM
Share

યુએસ અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને પગલે ભારત સરકારે દેશના એલપીજી (LPG) પુરવઠાને મજબૂત બનાવવા માટે સક્રિય પગલાં લીધાં છે. એક તરફ યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે  દેશભરમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 (ECA) લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને તેની પેદાશોના યોગ્ય પુરવઠા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. તો બીજી તરફ સરકારે કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે.

એક તરફ સરકાર સંગ્રહખોરી અટકાવવા માટે પગલાં ભરી રહી છે અને ખાસ કરીને ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ઇંધણ પુરવઠા પર દબાણ લાવી રહી છે, ખાસ કરીને ઘરગથ્થુ વપરાશ માટે, અને આ સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર છે.

મંત્રાલયે રિફાઇનરીઓને આદેશ આપ્યો છે કે તેઓ એલપીજીનું ઉત્પાદન વધારવામાં કાર્યરત રહે અને વધારેલા ઉત્પાદનનો ઉપયોગ સ્થાનિક બજારમાં કરીને પુરવઠો યથાવત્ રહે તે સુનિશ્ચિત કરે.

ઈન્ટર-બુકિંગ નિયમ અને પ્રાથમિકતા

સરકારે સંગ્રહખોરી અને કાળાબજારને અટકાવવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ નિયમ લાગુ કર્યો છે. સ્થાનિક એલપીજી, ખાસ કરીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અને અન્ય આવશ્યક બિન-ઘરેલું વપરાશ માટે અનામત રાખવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઘરગથ્થુ વપરાશ માટે ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે સમીક્ષા સમિતિ

મંત્રાલયે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોમાં વપરાતા એલપીજીની માંગને નિયંત્રિત કરવા માટે સમીક્ષા સમિતિની રચના કરી છે. તેલ કંપનીઓના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો દ્વારા આયોજિત આ સમિતિ નિયમિત રીતે પુરવઠાની સમીક્ષા કરશે અને જરૂરી પડે તો વધારો સુપરિશ કરશે.

વૈશ્વિક બજાર પર અસર અને ભારતમાં રણનીતિ

ભારતે 2024-25માં લગભગ 31.3 મિલિયન ટન એલપીજી વપરાશ કર્યો હતો, જેમાં ફક્ત 12.8 મિલિયન ટન સ્થાનિક સ્તરે ઉત્પાદન થયું, અને બાકીનો મોટાભાગનો આયાત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને, સરકારના પગલાંનો ઉદ્દેશ્ય એ છે કે વૈશ્વિક સંકટ હોવા છતાં, ભારતમાં ઘરગથ્થુ અને આવશ્યક સેવાઓ માટે એલપીજી પુરવઠો સતત જળવાઈ રહે.

આ પણ વાંચો- Breaking News: ગેસ પુરવઠા પર સરકાર સતર્ક, ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, “ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય”

g clip-path="url(#clip0_868_265)">