AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: કપડાં મુદ્દે જાહેર રસ્તા પર જામી પંચાત, યુવતીની શાંતિએ જીતી લીધા લોકોના દિલ

સોશિયલ મીડિયા પર આજકાલ પેઢીઓ વચ્ચેના વૈચારિક તફાવત અને કપડાંની પસંદગીને લઈને અવારનવાર વિવાદો થતા રહે છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક મહિલા (આન્ટી) જાહેર સ્થળે એક યુવતીના કપડાં જોઈને ભડકી ઉઠી હતી.

Viral Video: કપડાં મુદ્દે જાહેર રસ્તા પર જામી પંચાત, યુવતીની શાંતિએ જીતી લીધા લોકોના દિલ
| Updated on: Mar 08, 2026 | 7:48 PM
Share

સોશિયલ મીડિયા પર આજકાલ પેઢીઓ વચ્ચેનો તફાવત (Generation Gap) અને કપડાં પરની ચર્ચાઓના વીડિયો સામાન્ય બની ગયા છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક આન્ટી એક યુવતીના કપડાં જોઈને ભડકી ઉઠ્યા હતા અને તેને કડક સલાહ આપી દીધી હતી.

આ ઘટના કોઈ જાહેર સ્થળની છે, જ્યાં યુવતી કદાચ ફોટોશૂટ કે વીડિયો બનાવી રહી હતી અને આન્ટીએ વચ્ચે આવીને પોતાના વિચારો કહ્યા હતા. કેમેરામાં કેદ થયેલી આ રીલ જોતજોતામાં વાયરલ થવા લાગી છે.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @annjali__jha નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, એક યુવતી (સોશિયલ મીડિયા ક્રિએટર) પાર્ક અથવા કોઈ ખુલ્લી જગ્યાએ ટૂંકા કપડાં પહેરીને ઊભી છે. તે શાંતિથી પોતાનું કામ કરી રહી હતી, ત્યારે જ એક મહિલા (આન્ટી) પાસે આવે છે અને યુવતીના આઉટફિટ (કપડાં) સામે વાંધો ઉઠાવે છે.

આન્ટીએ શું કહ્યું?

આન્ટી ગુસ્સામાં કહે છે કે, “આ શું પહેર્યું છે? આ કંઈ અમેરિકા કે લંડન નથી. ત્યાંના લોકોને કોઈ કંઈ નથી કહેતું પણ હિન્દુસ્તાનની મહિલાઓની મર્યાદા આ જ છે. કોઈ નજર ઉઠાવીને જોશે તો કેટલો ગુસ્સો આવે બેટા. આ બાબત સારી નથી, ખરાબ છે.” તે એમ પણ કહે છે કે, દરેક મહિલા સન્માનની હકદાર છે અને ઇન્ફ્લુએન્સરને આવા કપડાં ન પહેરવાની સલાહ આપે છે.

જો કે, તેમનો લહેજો અમુક અંશે સલાહ આપવા જેવો પણ લાગે છે. તેઓ ઇન્ફ્લુએન્સરને કહે છે કે, તે કપડાં બદલીને વીડિયો બનાવવાનું ચાલુ રાખી શકે છે. મહિલા કહે છે, “તું મારી દીકરી જેવી છે. જા, ડ્રેસ બદલીને આવ.” જવાબમાં ઇન્ફ્લુએન્સર કહે છે કે, તે વીડિયો શૂટ કરવા માટે ઘણી દૂરથી આવી છે. આ સમગ્ર વાતચીત દરમિયાન યુવતી હસતી રહી અને મહિલાની વાતો શાંતિથી સાંભળતી જોવા મળી હતી.

યુઝર્સે પણ આપી પ્રતિક્રિયા

આ વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સે તેના પર પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું કે, ‘બસ જી-જી કહો અને આગળ વધો, કારણ કે તમે માત્ર એક વાતચીતમાં કોઈનું આખું શિક્ષણ અને ઉછેર બદલી શકતા નથી.’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘તમે મારી દીકરી જેવી છો એવું કહ્યા પછી આવા લેક્ચર કાયમી બની જાય છે.’

ત્રીજા યુઝરે લખ્યું કે, ‘માત્ર એટલા માટે સહન કરવામાં આવી રહ્યું છે, કારણ કે તે ઉંમરમાં મોટા છે!?? તે ડ્રેસ એટલો પણ રિવિલિંગ (ખુલ્લો) નથી.’ વધુ એક યુઝરે લખ્યું કે, ‘હું ખરેખર આ યુવતીથી ખૂબ પ્રભાવિત છું, જે રીતે તે આન્ટી સાથે સન્માનપૂર્વક વાત કરે છે પરંતુ બહેન તમે જે પહેરીને કમ્ફર્ટેબલ (સહજ) અનુભવો તે જ પહેરો, તે તમારી પસંદગી છે.’

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
"5 વર્ષમાં શું વિકાસ કર્યો?" કહીને સ્થાનિકોએ ઉમેદવારોની બોલતી બંધ કરી
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ઝાંઝમેર: દૂધમાં ભેળસેળ કરતી ડેરી પર SOGના દરોડા, 400 લીટર જથ્થો ઝડપાયો
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
ડાંગ: ‘માં શબરીના સોગંદ, દુશ્મનોને એક પણ વોટ ન આપતા’ - હર્ષ સંઘવી
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
નવસારીમાં સુવિધાઓના નામે ‘મીંડું’! રહીશોએ નેતાઓને બતાવ્યો બહારનો રસ્તો
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
સુરતના પલસાણામાં ગેસ લીકેજથી બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, જુઓ Video
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
ઢોંસા ખીરા કેસ મામલે આવ્યો FSLનો રિપોર્ટ, પણ મોતનું રહસ્ય હજુ અકબંધ
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">