AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી, 9 માર્ચે નોંધાઈ સામાન્ય કરતા 4થી9 ડિગ્રી વધુ ગરમી

ગુજરાતમાં વહેતા ગરમ અને સુકા પવનને કારણે ગરમીનો પારો એકાએક ઉચકાયો છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં નોંધાયેલ ગરમી, સામાન્ય કરતા 4 ડિગ્રીથી માંડીને 9 ડિગ્રી સુધી વધુ નોંધાઈ છે. કચ્છના કંડલા ખાતે ગરમીનો પારો 41.4 ડિગ્રીએ નોંધાયો છે. જે સામાન્ય કરતા 9.3 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી, 9 માર્ચે નોંધાઈ સામાન્ય કરતા 4થી9 ડિગ્રી વધુ ગરમી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2026 | 7:05 PM
Share

ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ગરમીનું મોજૂ ફરી વળવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યભરમાં વહેતા સુકા અને ગરમ પવનને કારણે ગરમીના પ્રમાણમાં એકાએક વધારો થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યભરમાં આગામી ચાર દિવસ સુધી ગરમીનું મોજૂ ફરી વળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક શહેરમાં હીટવેવની અસર જોવા મળશે. દિવસનું સામાન્ય તાપમાન કરતા પ્રમાણમાં વધુ રહેશે. દિવસ અને રાત્રીના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવની નહીંવત છે. દિવસના મહત્તમ તાપમાનના પ્રમાણમાં ઉત્તરોતર વધારો થવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

ગુજરાતમાં વહેતા ગરમ અને સુકા પવનને કારણે ગરમીનો પારો એકાએક ઉચકાયો છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં નોંધાયેલ ગરમી, સામાન્ય કરતા 4 ડિગ્રીથી માંડીને 9 ડિગ્રી સુધી વધુ નોંધાઈ છે. કચ્છના કંડલા ખાતે ગરમીનો પારો 41.4 ડિગ્રીએ નોંધાયો છે. જે સામાન્ય કરતા 9.3 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં આજે સૌથી વઘુ તાપમાન રાજકોટમાં નોંધાયું છે. રાજકોટમાં ગરમીનો પારો 41.6 ડિગ્રીએ પહોચી ગયો છે. જે રોજબરોજ નોંધાતી ગરમીના પ્રમાણ કરતા 7.3 ડિગ્રી વધુ નોંધાયું છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41.2 ડિગ્રીએ અટક્યો છે. જે સામાન્ય કરતા 7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.

અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જે 5.5 ડિગ્રી વધુ છે. વડોદરા ખાતે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે 5.2 ડિગ્રી વધુ રહેવા પામ્યું છે. ભાવનગરમાં 38.6 ડિગ્રી તાપમાન રહ્યું છે. જે સામાન્ય કરતા 5.1 ડિગ્રી વધુ રહ્યું હતું.

કચ્છના ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રીએ અટક્યો હતો. જે 6.4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં પણ ગરમીનો પારો 41.1 ડિગ્રીએ પહોચ્યો હતો. ડીસામાં નોંધાયેલ ગરમી સામાન્ય કરતા 7.4 ડિગ્રી વધુ તાપમાન છે. ગુજરાતના હરિયાળા પાટનગર એવા ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો વધીને 40.6 ડિગ્રીએ પહોચ્યો છે. જે સમાન્ય તાપમાન કરતા 6.5 ડિગ્રી વધુ ગરમી છે. નલિયામાં 37.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે 4.8 ડિગ્રી વધુ છે.

ગુજરાતમાં આજે સોમવારને 9 માર્ચે દિવસનુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 9 ડિગ્રી સુધી વધુ નોંધાયું છે. જેના કારણે આકાશમાંથી અગનજ્વળા વરસતી હોય તેવો અનુભવ દિવસે થઈ રહ્યો હતો.

આખું ગુજરાત લૂની લપેટમાં ! કાળઝાળ ગરમીનો ‘કિલર’ રાઉન્ડ શરૂ; 9 શહેરમાં પારો 40 ને પાર – જુઓ Video

Follow Us
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
આજનું રાશિફળ: આજે ક્યાંથી મળશે પૈસા અને ક્યાં મળશે ખુશી?
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
Trending Video: યુવકે બનાવી 6 પૈડાંવાળી અનોખી બાઇક
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
વડોદરા ખરીફ પાક સંકટ પર સંકટ, ખેડૂતોએ કેનાલમાંથી પાણી છોડવાની કરી માંગ
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે તંત્રની 'લાલ આંખ'
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 રજૂ - જુઓ Video
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કીર્તિદાન ગઢવીના નોરતા નગરી ગરબામાં ₹10 કરોડની ઉચાપત, 4 સામે ફરિયાદ
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
કચ્છના કંડલામાં કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
દરેક વોર્ડમાં શ્વાનની ‘ટેરિટરી’ નક્કી કરવા હાઈકોર્ટનો AMCને નિર્દેશ
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
ફક્ત એક જ મેસેજ આપ્યો ને AI એ ટ્રેન ટિકિટ બુક કરી દીધી
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના ડેમોના દેખાયા તળિયા, પાણીની તંગીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">